સાઉથ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગમાં 55 રન બનાવી શકી તો ટીમ ઈન્ડિયા 153 રન બનાવી ઓલ-આઉટ થઈ. બંને ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું પણ ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.
કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમને 55 રનમાં આઉટ કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 153 રન બનાવ્યા હતા. આ પછી મેચના પ્રથમ દિવસે રમતના અંત સુધીમાં યજમાન ટીમે તેના બીજા દાવમાં 62/3 રન બનાવ્યા હતા. હાલમાં, એઇડન માર્કરામ (36*) અને ડેવિડ બેડિંગહામ (7*) ક્રિઝ પર હાજર છે. મેચના પહેલા દિવસે બંને ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, એવામાં ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.
- Advertisement -
23 wickets fall in a day of unstoppable action at Newlands 😮#WTC25 | 📝 #SAvIND: https://t.co/LOJ3rIILBk pic.twitter.com/VRo2Qbu0Ej
— ICC (@ICC) January 3, 2024
- Advertisement -
સાઉથ આફ્રિકા પહેલી ઇનિંગમાં સસ્તામાં આઉટ થઈ ગઇ હતી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 8 રનના સ્કોર સુધીમાં તેના બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી તો 15 રન સુધી પંહોચતા 4 વિકેટ ગુમાવી હતી. પછી પણ વિકેટો પડવાનો સિલસિલો ચાલુ રહ્યો અને ટીમ સસ્તામાં આઉટ થઈ ગઈ. યજમાન ટીમે તેના પ્રથમ દાવમાં માત્ર 23.2 ઓવરની જ બેટિંગ કરીને 55 રન બનાવી શકી હતી.
સિરાજનું ટેસ્ટ કારકિર્દીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
પહેલી ઇનિંગમાં સિરાજે શાનદાર બોલિંગ કરતાં સતત 9 ઓવર ફેંકી, 15 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 3 ઓવર મેડન કરી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બન્યું. સાથે જ ટેસ્ટ મેચના પ્રથમ સેશનમાં 6 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. સિરાજની ટેસ્ટ કારકિર્દીની આ ત્રીજી 5 વિકેટ છે. સિરાજ સિવાય જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારે પણ 2-2 વિકેટ ઝડપી હતી.
ICYMI!
𝗦𝗲𝗻𝘀𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗦𝗶𝗿𝗮𝗷 ✨
A 6⃣-wicket haul in Cape Town! 🔥🔥
Drop an emoji to describe that spell 😎#TeamIndia | #SAvIND pic.twitter.com/PAthXf73Ao
— BCCI (@BCCI) January 3, 2024
ભારતીય ટીમે શૂન્ય પર 6 વિકેટ ગુમાવી દીધી હતી
હવે જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ આવી ત્યારે દરેકને આશા હતી કે બેટ્સમેન પહાડ જેવો સ્કોર બનાવશે પણ એવું થયું નહીં. ભારતીય ટીમ માટે પ્રથમ દાવમાં વાર્તા દક્ષિણ આફ્રિકા જેવી જ હતી. પ્રથમ દાવમાં ભારતીય ટીમ 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં ભારતીય ટીમની છેલ્લી 6 વિકેટો શૂન્ય પર પડી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના નામે આ શરમજનક રેકોર્ડ બીજી વખત બન્યો છે. છેલ્લા 6 બેટ્સમેનમાંથી 5 પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. 33 ઓવર સુધી, ટીમનો સ્કોર 4 વિકેટે 153 રન હતો, આ પછી વિકેટો પડવાનો ધમધમાટ શરૂ થયો અને ભારતીય ઇનિંગ્સનો આગામી 11 બોલમાં અંત આવ્યો હતો.
રોહિત અને ગિલ અડધી સદી ફટકારવામાં ચૂકી ગયા
ભારત તરફથી ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલી યશસ્વી જયસ્વાલ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેની વિકેટ પડ્યા બાદ રોહિત શર્મા અને શુભમન ગીલે બીજી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. જો કે હિટમેન સાઉથ આફ્રિકાની ધરતી પર તેની પ્રથમ અડધી સદી ચૂકી ગયો. તેણે 7 ચોગ્ગાની મદદથી 39 રનની ઇનિંગ રમી હતી. ગિલે 5 ચોગ્ગાની મદદથી 36 રન બનાવ્યા હતા. આ પછી શ્રેયસ અય્યર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. જો કે વિરાટ કોહલી સારા ફોર્મમાં જોવા મળ્યા હતા પરંતુ તેઓ પણ 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 46 રનની ઇનિંગ રમી જે બાદ આઉટ થઈ ગયા હતા. તેમના સિવાય કેએલ રાહુલે 8 રનની ઇનિંગ રમી હતી.
An action-packed Day 1 in Cape Town comes to an end 🙌🏻
A total of 2️⃣3️⃣ wickets were claimed on the opening day!
South Africa 62/3 in the second innings, trail by 36 runs.
Scorecard ▶️ https://t.co/PVJRWPfGBE#TeamIndia | #SAvIND pic.twitter.com/7lo71BWms0
— BCCI (@BCCI) January 3, 2024
પ્રથમ દિવસે બીજી સૌથી વધુ વિકેટ પડવાનો રેકોર્ડ
મેચના પ્રથમ દિવસે 75.1 ઓવરની રમત શક્ય બની હતી, જેમાં બંને ટીમોએ કુલ 270 રન બનાવ્યા હતા અને આ દરમિયાન 23 વિકેટ પડી હતી. આ ટેસ્ટ ઈતિહાસમાં મેચના શરૂઆતના દિવસે બીજી સૌથી વધુ વિકેટ પડવાનો રેકોર્ડ બની ગયો. જણાવી દઈએ કે 1902માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેલબોર્ન ટેસ્ટમાં પહેલા દિવસે 25 વિકેટ પડી હતી. આ 100 વર્ષથી વધુ જૂનો રેકોર્ડ હજુ પણ અકબંધ છે.