ઠંડી વધતા ગીરની કેસર કેરી માટે વાતાવરણ અનુકૂળ
એપ્રિલના અંતમાં કેસરનું આગમન થશે: કેસર કેરીનું ઉત્પાદન ગત વર્ષ જેટલું જોવા મળશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકના ગીર વિસ્તારની કેસર કેરી વિશ્ર્વ વિખ્યાત છે.ત્યારે કેસર કેરીના સ્વાદ રસીકોને એપ્રિલ મહિના એન્ડ માં કેસર કેરીનું આગમન થશે હાલ ખેડૂતોના મતે કે આંબાવાડીયુંમાં ફ્લાવરિંગ મોડુ થયું છે પ્રતિ વર્ષ નવેમ્બરથી ફ્લાવરિંગ થતું હોઈ છે પણ આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ જોવા મળતા ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ફ્લાવરિંગ જોવા મળ્યું છે જેના કારણે કેસર કેરી એપ્રિલના એન્ડમાં જોવા મળશે. કેસર કેરી માટે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ખુબ મોટા પ્રમાણમાં કેસર કેરીના આંબાના બગીચા જોવા મળે છે.અને પ્રતિ વર્ષ ખેડૂતો કેસર કેરીના વાવતેરમાં વધારો થતો જાય છે જેના લીધે કેસર કેરીનું ઉત્પાદન વધતું જોવા મળે છે.હાલ ઘનિષ્ઠ પદ્ધતિથી કેસર કેરીના આંબાનું વાવેતર વધ્યું છે જેના લીધે ખેડૂતોને ફાયદો જોવા મળી રહ્યો છે અને પ્રતિ વર્ષ ખેડૂતો વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ કરવામાં પણ વધારો જોવા મળે છે. આંબાની ખેતી કરતા ખેડૂતોના મતે હવે ઠંડીનું પ્રમાણ વધ્યું છે તે કેસર કેરી માટે ખુબ અનુકૂળ વાતાવરણ છે જો હવે વાતાવરણમાં ભેજ અથવા વાદળછાયું વાતાવરણ રહે તો કેરીના પાકમાં નુકશાની જવાની ભીતિની સંભાવના છે હાલ જે રીતે વાતાવરણ છે તે ફ્લાવરિંગ માટે ખુબ અનુકૂળ છે. તેનાથી કેસર કેરીનો ઉતારો સારો આવશે અને ફ્લાવરિંગમાં પણ નુકશાની ઓછી થશે. કેસર કેરી વિષે વાત કરતા રતાંગના સંજયભાઈએ જણાવ્યું હતું કે, ક્લટર આપેલ આંબાવાડિયુંમાં પણ વેહલું ફ્લાવરિંગ થયું નથી તેવા આંબાના બગીચામાં પણ જાન્યુઆરીમાં ફ્લાવરિંગ જોવા મળ્યું છે તેમજ મધ્યો અને ભૂકીછારા જેવા રોગનું પ્રમાણ વધે તેવું દેખાઈ રહ્યું છે જયારે મધ્યો જોવા મળે તો કૃષિ નિષ્ણાતોની સલાહ મુજબ યોગ્ય સારવાર કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.
ઘનિષ્ઠ પદ્ધતિના વાવેતરથી આંબાના બગીચાની માંગ વધી
સોરઠ પંથકમાં કેસર કેરી માટે ખુબ વખણાય છે ત્યારે જૂની પદ્ધતિ પ્રમાણે 25 ફૂટના અંતરે વાવેતર થતું હવે નવી ટેક્નોલોજોના લીધે 5 થી 7 ફૂટના અંતરે આંબાના બગીચાની માંગ વધી જેના લીધે આંબાના વૃક્ષનું વાવેતર વધે છે અને ઉત્પાદન વધુ થાય છે તેની સામે 6 થી 7 ફૂટના ઊંચા આંબા માંથી કેસર કેરી તોડવી સહેલી બને છે અને ખેડૂતોને ખર્ચ પણ ખુબ ઓછો થાય છે.
- Advertisement -