ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડયું છે ત્યારે ગઈકાલે પણ તંત્ર દ્વારા ગિરનાર પર્વત પરના વેપારીઓને પાણીના કેરબા વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે સંતો અને ગિરનાર આવતા યાત્રિકોએ પોતાના પ્રતિભાવ આપ્યા જૂનાગઢ ગિરનાર પર પ્લાસ્ટિક પ્રતિબંધ બાબતે શ્રીગોરક્ષ આશ્રમના મહંત શેરનાથબાપુએ જણાવ્યું હતું કે, ગિરનાર પ્લાસ્ટિક મુક્ત અભિયાન ખુબ સારી વાત છે અને સરકાર અને તંત્ર દ્વારા જે રીતે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કરવામાં જે પગલાં લેવામાં આવ્યા છે તે ખુબ સરાહનીય કામગીરી છે જેમાં સંતો હર હંમેશ સારા કાર્યમાં સાથે છે અને ગિરનારની પવિત્ર ભૂમિની ગરિમા જળવાય તે પણ ખુબ જરૂરી છે તેની સાથે ગિરનાર યાત્રા કરવા આવતા યાત્રિકોએ પણ પોતની વાત કરી એક સ્કૂલ ટીચરે જણાવ્યું હતું કે, અમે પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવનોના સંદેશ સાથે પ્લાસ્ટિક મુક્ત ધાર્મિક સ્થળો અને જંગલ સ્વચ્છ રહે તેવા હેતુ માટે ગિરનાર પ્લાસ્ટિક મુક્ત રહે તે ખુબ જરૂરી છે ત્યારે અન્ય એક યાત્રિકે કહ્યું હતું કે, પ્લાસ્ટિક ઉત્પાદન બંધ થવું જોઈએ અને હાલ જે ગિરનાર પર હજુ પ્લાસ્ટિક જોવા મળે છે.તે સંપૂર્ણ પણે તેનો નિકાલ કરવો જોઈએ.