વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ 5 અને 6માં શ્ર્વાનનો અસહ્ય ત્રાસ જોવા મળી રહ્યો છે.જેમાં ત્રણ દિવસ પેહલા નિર્દોષ બાળકીને બચકું ભરીને ઘાયલ કરી હતી અનેએજ વિસ્તારોમાં અન્ય 8 થી 10 લોકોને શ્વાને નિશાન બનાવ્યા હતા શ્વાનના આંતક વધતા કોંગ્રેસ નગર સેવકે ડે.કલેકટરને આવેદન આપી રજૂઆત કરી. વેરાવળ પાટણ પાલિકા વિસ્તરામાં દિવસે દિવસે શ્વાનનો આંતક વધતો જાય છે અને નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે ત્યારે પાલિકાના જબદાર અધિકારી અને સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરતા કોઈ યોગ્ય પ્રત્યુત્તર મળતો નથી અને શ્વાનન પકડવાની કોઈ જવાબદારી લેતા નથી આ બાબતે મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અને કોંગ્રેસ નગરસેવક અફઝલ પંજા દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર આપીને વધતા જતા શ્વાનના આંતક સામે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને વેહલી તકે કામગીરી નહિ કરવામાં આવે તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
વેરાવળમાં શ્ર્વાનનો આંતક: બાળકીને ઇજા થતાં નગરસેવકે આપ્યું આવેદન
You Might Also Like
Follow US
Find US on Social Medias