ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તાલુકાના અનેક ગામો પાસેથી પસાર થતી ઉબેણ નદીમાં કેમિલક યુક્ત પાણી ભળી જવાથી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે વધાવીના સરપંચે ધારાસભ્ય સંજય કોરડીયાને પત્ર લખી નદીને પ્રદુષીત થતી બચાવવા માટે માંગ કરી છે. જેમાં વધાવી ગામે પસાર થતી ઉબેણ નદીમાં જેતપુર સાડી ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણી આવે છે.
જેના કારણે અમારા ગામને પીવાનું પાણી પુરૂ કરતો કુવો ત્યાં આવેલો છે. જેના કેમિકલ યુક્ત પાણીથી અમારા ગામજનોમાં પાણી જન્ય રોગચાળો નિકળવાથી તેથી તે કુવાને અમારે બંધ કરવો પડયો. તેમજ નદી કાંઠાના વિસ્તારોમાં કુવાઓ તથા બોરમાં લાલ કેમિકલ યુક્ત પાણી આવે છે જેના હિસાબે ખેતીની જમીનમાં આ પાણીનું પિયતથી અમારો પાક પણ નિષ્ફળ જાય છે તેમજ ગામ લોકોને પીવાનું પાણી પણ ઘરેથી લઇ જવુ પડે છે તેમજ પશુઓમાં આ પાણી પીવાથી રોગ ચાળો જોવા મળે છે.
ઉબેણ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવા બાબતે ધારાસભ્યને રજૂઆત
