કરાઓકે, કેમ્પ ફાયર, ગેમ્સ વીથ ફન, અનપ્લગ, કવીઝ, સેલ્ફી ઝોન સહિતનાં અનેક આકર્ષણો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના વકિલોના સંગઠન રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત સમરસ પેનલના તમામ પદ પરના ઉમેદવારોએ ચુંટણી જંગમાં પોતાના વ્યાપક પ્રચાર આદર્યો છે ત્યારે રાજકોટનાં યુવા વકિલોમાં સમરસ પેનલનાં સમર્થનમાં જુવાળ જોવા મળી રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં લેડીઝ-જેન્ટસ યુવા વકિલો સમરસ પેનલ સાથે જોડાઈ ચુકયા છે અને રોજબરોજ નવા લોકો ટીમ સાથે જોડાઈ રહ્યા છે ત્યારે આજે સાંજે વિરાણી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે યુવા વકિલો માટે એક ખૂબ આકર્ષક કાર્યક્રમ નવિનત્તમ અભિગમ સાથે યોજાવા જઈ રહ્યો છે.
સમરસ પેનલ થકી પ્રમુખપદનાં ઉમેદવાર કમલેશભાઈ શાહ, ઉપપ્રમુખપદે સુરેશભાઈ ફળદુ, સેક્રેટરીપદે પી. સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરીપદે જયેન્દ્રભાઈ ગોંડલીયા, ટ્રેઝરરપદે આર. ડી. ઝાલા, લાઈબ્રેરી સેક્રેટરીપદે મેહુલ મહેતા, મહીલા અનામત કારોબારી સભ્યપદે રેખાબેન લિંબાસીયા (પટેલ), કારોબારીનાં નવ સભ્યમાં સર્વે અમિત વેકરીયા, સાગર હપાણી, ભાવેશ રંગાણી, કૌશલ વ્યાસ, પ્રવિણ સોલંકી, રણજીત મકવાણા, અજયસિંહ ચૌહાણ, નિકુંજ શુકલ, યશ ચોલેરા સહિતનાં ઉમેદવારો શહેરભરમાં ધૂમ પ્રચાર કરી રહયા છે અને વકિલોની ઓફીસે ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે.
આજરોજ સાંજે 8-00 કલાકે વિરાણી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે સમરસ પેનલનાં સમર્થનમાં યુવા વકિલ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં અનેકવિધ આકર્ષણોનો સમાવેશ કરવામાં આવેલ છે. યુવા વકિલો પોતાની ટેલેન્ટ રજુ કરી શકે તે માટે સુંદર પ્લેટફોર્મ પુરુ પડાશે, કરાઓકે દ્વારા અવનવા ગીતોનો ગુલદસ્તો રજુ કરવાની તક પણ મળશે. જ્ઞાનવર્ધક કવિઝ દ્વારા સાથે ફન વીથ ગેઈમ્સમાં વિજેતા થનાર તમામને ઈનામોથી નવાઝવામાં આવશે. આ અવનવા કાર્યક્રમને માણવા માટે યુવા વકિલોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા વકિલોની એક ટીમ સતત કાર્યરત છે. જેમાં હર્ષિલ શાહ, અભિષેક શુકલ, ભુવનેશ શાહી, વિશાલ સોલંકી, હેમાંશુ પારેખ, વિશાલ કોટેચા, સંદીપ વેકરીયા, કૈલાશ જાની, કલ્પેશ મૈયડ, હર્ષ ઘીયા, પરાગ લોલારીયા, જસ્મીન ગઢીયા, ભરત પરમાર, સ્ત્વન મહેતા, પાર્થરાજસિંહ ઝાલા, હુશૈન હેરંજા, ધવલ પડીયા, શીવદિપસિંહ ઝાલા, રાજન કોટેચા, જીગર, દિપ વ્યાસ, ઝીલ, અક્ષય, મીલન જોષી, ચંદ્રસિંહ પરમાર, નિતીશ કથીરીયા, પારસ શેઠ, અમીત લાખાણી તેમજ મહીલા વકીલોમાં સર્વે પુનમ પટેલ, મેઘાવી ગજ્જર, હેપી પટેલ, કલ્પના ખોલીયા, ડીમ્પલ મોદી, રજનીબા રાણા, ચેતનાબેન કાછડીયા આ કાર્યક્રમને સફળ બનાવવા સતત જહેમત ઉઠાવી રહ્યા છે.