ખાસ-ખબર સંવાદદાતા
ભેસાણ તાલુકાના ચુડા ગામે મારુ ગામ અયોધ્યા ધામ અભિયાન અંતર્ગત ચુડા ગામ અને આજુબાજુના ગામના સેવાભાવી લોકો જેમાં ગૌશાળા ના સંચાલકો અને સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ગરબી મંડળ ના આગેવાનો વેપારી આગેવાનો અને રામ ભક્તો બજરંગ દળના આગેવાનો દરેક મંદિરોના પૂજારીઓ તથા સોશિયલ વર્કરો ની બેઠક યોજવામાં આવી હતી.આવનારા દિવસોમાં અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રી રામજી મંદિરની અંદર રામલલાની પુરા પરિવાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ભારતના દરેક ગામડાઓ અને શહેરોમાં ઉત્સવ મનાવવામાં આવશે અને અયોધ્યાથી આવેલ અક્ષત દરેક ગામડાઓમાં ઘરે ઘરે આપવામાં આવશે અને હર એક રામજી મંદિરે કળશ પધરાવવામાં આવશે આ આયોજન માટે જિલ્લામાંથી પધારેલ સંઘના આગેવાનો ધનસુખભાઈ મોવલીયા અને ઘનશ્યામભાઈ વઘાસિયા સાહેબ પણ આ બેઠક માં ઉપસ્થિત રહ્યા હતા અને ચુડા સ્ટેટ દરબાર ભરતસિંહ વાળા તાલુકા સંઘ સહસંયોજક અમિતભાઈ વેગડા અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવનારા દિવસોમાં ઘરે ઘરે અક્ષત આપવા અને પત્રિકાઓ આપવા માટેની કામની જવાબદારી માટે સ્થાનિક સેવાભાવી કાર્યકરો સાથે ચર્ચા કરી હતી જેમાં આજુબાજુના ગામમાંથી પધારેલ તમામ કાર્યકરોએ સહમતિ દર્શાવી આવતી 22 જાન્યુ.એ મારુ ગામ અયોધ્યા ધામ બને એવી ખાતરી આપી હતી.