ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટમાં 98.3 રેડિયો મિર્ચી દ્વારા અનોખી ‘મિર્ચી ગણેશ યાત્રા’ યોજવામાં આવી હતી. ગણેશ ચતુર્થીના દિવસે રેડિયો મિર્ચી દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું વિના મૂલ્યે વિતરણ કરાયું હતું તેમજ ‘ક્લીન-ગ્રીન રાજકોટ’ અંતર્ગત શહેરને હરિયાળું બનાવવાના હેતુથી વિના મૂલ્યે રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
રેડિયો મિર્ચીની ટીમ દ્વારા ગણેશ ચર્તુથીએ એક જ દિવસમાં રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 90થી વધારે ઘરોમાં જઈને ગણપતિ દાદાની માટીની મૂર્તિ અને સાથે એક છોડ પહોંચાડવામાં આવ્યો હતો.