વેરાવળ GIDCમાં જિલ્લા કલેક્ટરનાં દરોડા
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.20
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા વેરાવળ જીઆઇડીસીમાં દરોડા પાડયા છે. શંકાસ્પદ અને પ્રતિબંધિત લાકડાના ઉપયોગ મામલે 11 કંપનીઓમાં ફોરેસ્ટ અને રેવન્યુ ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી 47.90 લાખની કીંમતના 958 ટન થઈ વધુ લાકડાનો જથ્થો સીઝ કરી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જી.આઈ.ડી.સી.માં બે નંબરના લાકડાનો વ્યવસાય અને વપરાશ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
વેરાવળ જી.આઈ.ડી.સી માં કાર્યરત અનેક કંપનીઓમાં બોયલરમાં મોટા પ્રમાણ લાકડાનો વપરાશ કરવામાં આવે છે. ત્યારે અનેક આસમીઓ દ્વારા ગેરકાયદે પ્રતિબંધિત અને બે નંબરના લાકડાનો વપરાશ કરતાં હોવાની ફરિયાદ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસીહ જાડેજાને ધ્યાને આવતા વેરાવળ જી.આઈ.ડી.સી માં લાકડાનો વપરાશ કરતાં આસમીઓને ત્યાં તપાસના આદેશ આપવામાં આવેલ. જિલ્લા કલેકટરના આદેશના પગલે વેરાવળ રેન્જ ફોરેસ્ટર કે.ડી.પંપાણીયા, વેરાવળ સીટી મામલતદાર આરઝૂબેન ગજ્જર, ગ્રામ્ય મામલતદાર જે.એન.સાંબડા સહિતની ટિમો દ્વારા વેરાવળ જી.આઈ.ડી.સી.માં આવેલ અંબર સી ફૂડસ, એશિયન એકવાટીક, યુનાઇટેડ મરીન પ્રોડક્ટ, રેવા પ્રોટીન, પ્રીમિયમ મરીન પ્રોડક્ટ, કોસ્ટલ એક્વાટિક, અમર લી.(હીરાવતી), ક્વોલિટી મરીન ફૂડસ, પેસિફિક મરીન પ્રોડક્ટ, નેશનલ મરીન પ્રોડક્ટ, કિંગ ફિશ પ્રોડક્ટ પ્રા. લી. સહિત 11 કંપની માં દરોડા પાડી 47.90 લાખની કીંમતના અંદાજે 958 ટન લાકડાં નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.



