ખાસ-ખબર ન્યૂઝ પાટણ
આજરોજ 6 ડિસેમબર હોમગાર્ડઝ સ્થાપના દિવસ અંતર્ગત પાટણ જીલ્લા હોમગાર્ડઝ દ્વારા બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાન મિત્રોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. સદર કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો દશરથજી ઠાકોર સાહેબ પાટણ એ ડિવિઝન પીઆઈ કે જે ભોંય સાહેબ શ્રી બી ડી સાર્વજનિક વિદ્યાલયના આચાર્યશ્રી ડો.બળદેવભાઈ દેસાઈ સાહેબ હારીજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વનરાજસિંહ મહામંત્રી જયેન્દ્રસિંહ વાઘેલા સામાજિક અગ્રણી બચુજી ઠાકોર તેમજ સૌ ઓફિસર કમાન્ડિંગ મિત્રો અને મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.