₹1.25 કરોડનો દંડ, પણ ફેક્ટરીઓના નામ ગુપ્ત કેમ?
GPCBની કાર્યવાહી બિરદાવવા લાયક, પણ નામો જાહેર ન થતાં અધિકારીઓની ‘શરમ’ અને પારદર્શિતા પર સવાલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.7
મોરબી જિલ્લામાં મોટી સંખ્યામાં ઉદ્યોગો આવેલા હોવાથી પ્રદૂષણ નિયંત્રણની કામગીરી સતત ચાલતી હોય છે. તાજેતરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ૠઙઈઇ)ની મોરબી કચેરીની ટીમે પ્રતિબંધિત પેટકોક (ઙયભિંજ્ઞસય)નો વપરાશ કરતી ફેક્ટરીઓ સામે સપાટો બોલાવી પ્રશંસનીય કામગીરી કરી છે. જોકે, આ કાર્યવાહી બાદ જે નવ ફેક્ટરીઓને સીલ મારવામાં આવ્યા છે, તેના નામો જાહેર કરવામાં ન આવતા અનેક સવાલો ઊભા થયા છે.
મોરબી સિરામિક એકમોમાં પ્રતિબંધિત પેટકોકનો વપરાશ થતો હોવાની ફરિયાદના આધારે ૠઙઈઇની ટીમે 15થી વધુ ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરી હતી, જેમાં નવ ફેક્ટરીઓ પેટકોકનો વપરાશ કરતી હોવાનું સામે આવ્યું હતું. આ નવ ફેક્ટરીઓને સીલ મારી દેવામાં આવ્યું છે. આ ફેક્ટરીઓને કુલ રૂ. 1.25 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. બે ફેક્ટરીને ₹10-10 લાખનો દંડ. જયારે સાત ફેક્ટરીને ₹15-15 લાખનો દંડ આપવામા: આવ્યો છે. ૠઙઈઇની ટીમે પ્રદૂષણ ફેલાવતી અને નિયમોનો ભંગ કરનાર નવ ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરીને ₹1.25 કરોડનો દંડ ફટકાર્યો, તે કામગીરી ચોક્કસપણે બિરદાવવા લાયક છે.જોકે, મોટો સવાલ એ છે કે અધિકારીઓ દ્વારા જે નવ સિરામિક એકમો સીલ કરાયા તેનું લિસ્ટ પત્રકારોને કેમ આપવામાં આવ્યું નથી? મીડિયા દ્વારા વારંવાર નામોનું લિસ્ટ માંગવા છતાં અધિકારીઓએ ધરાર આ માહિતી નહિ આપીને સમગ્ર કાર્યવાહીની પારદર્શિતા પર પ્રશ્નાર્થ મૂક્યો છે. સવાલો થઈ રહ્યા છે કે નિયમોનો ભંગ કરનાર એકમોના નામો જાહેર કરવામાં અધિકારીઓને કોની શરમ નડે છે? શું આ પાછળ કોઈ ઉદ્યોગપતિનું દબાણ છે કે પછી અન્ય કોઈ કારણ



