બારીના સળિયા વાળી ત્રાટકેલા તસ્કરો: ત્રણ શખ્સોની સંડોવણી હોવાની શંકા, ડીસીપી, એસીપી, બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે: સીસીટીવી આધારે ભેદ ઉકેલવા તપાસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સામા કાંઠાના સંતકબીર રોડ ઉપર તસ્કરોએ ધામા નાખ્યા છે ગત મોડી રાત્રે બાજુમાં બનતી નવી બિલ્ડિંગમાથી ત્રણ દુકાનોમાં બારીના સળિયા તોડી તસ્કરોએ પ્રવેશ કરી સાડા નવ લાખની રોકડ સહિતની મતા ચોરી જતા બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ચોરીનો ભેદ ઉકેલવા સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં ત્રણ તસ્કરો હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
રાજકોટના સંતકબીર રોડ ઉપર આવેલ ડેનિશા સેલ્સ, મિતલ ઇમિટેશન અને ગણપતિ ઇમિટેશન નામની ત્રણ પેઢીમાં ચોરી થઈ હોવાની વહેલી સવારે કંટ્રોલમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર જી બારોટ સહિતનો કાફલો દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી બનાવને સંદર્ભે ડીસીપી ઝોન 1 સજ્જનસિહ પરમાર, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા સ્થળ વિઝિટ કરતાં એવું જાણવા મળ્યું હતું કે બાજુમાં નવી બિલ્ડિંગ બની રહી છે સંભવત: ત્યાંથી પ્રવેશ કરી અજાણ્યા તસ્કરોએ બારીના સળિયા તોડી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે વિપુલભાઈ મૂળજીભાઈ તળપદાની ડેનિશા સેલ્સ નામની ઓફિસમાંથી તસ્કરો 7 લાખ, મિતલ ઇમિટેશનમાથી દોઢ લાખ અને ગણપતિ ઇમિટેશનમાથી એક લાખની ચોરી કરી ગયાનું જાણવા મળ્યું છે. પોલીસે સીસીટીવી ચેક કરતાં ત્રણ શકમંદો કેમેરામાં કેદ થઈ ગયા હોય પોલીસ તસ્કરોની ભાળ મેળવવા અને ચોરીનો ભેદ ઉકેલવા જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.