સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સાયબર માફિયાઓ ગમે તે રીતે લોકોના નાણાં પડાવી રહ્યા છે ત્યારે ગોંડલના વેપારીને પણ સાયબર ગઠિયાઓએ ટેલિગ્રામમાં ટાસ્ક પુરા કરવાના બહાને 9.61 લાખનું ફ્રોડ આચરતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
- Advertisement -
ગોંડલમાં કુમકુમ રેસીડેન્સીમાં રહેતાં જીગરભાઈ જમનભાઈ ચોથાણી ઉ.28એ અલગ-અલગ આઠ બેંક ધારક અને એક લિંક ધારક સામે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં કમીશન એજન્ટથી વેપાર કરે છે ગઇ તા.05/07/2024ના સાંજના ટેલીગ્રામમાં એક અજાણ્યા એકાઉન્ટમાંથી લીંક આવેલ અને જેમા જણાવેલ હોય કે, હું આ કંપનીમા કામ કરૂ છુ અને કંપનીમાં તમે દરરોજના 10 થી 15 મીનીટમા રૂ.800થી 1500 કમાઇ શકો છો જેથી ટેલીગ્રામ એપમાં કઈ રીતે રૂપીયા કમાઈ શકાય તેમ મેસેજ કરતાં તેઓએ મોકલેલ લીંકને ઓપન કરો અને તેમા તમારૂ એકાઉન્ટ બનાવો તેવું જણાવતા તેમાં ષશલફભિવજ્ઞવિંફક્ષશ38લળફશહ.ભજ્ઞળ એકાઉન્ટ બનાવેલ હતું. જે બાદ બેંક ડીટેઇલ નાખતા ટાસ્ક મોકલી તે તમે પુરા કરશો એટલે તમારા ખાતામા રીવર્ડ જમા થશે તેમ વિશ્વાસમાં લીધેલ હતો. બાદમાં તે લિંકમાં કસ્ટમ સપોર્ટ હોટલાઈન નામનું એકાઉન્ટ ખુલેલ અને તે લીંકમા બનાવેલ એકાઉન્ટ આઈ.ડી.માં બેંક ખાતાની માહીતી મોકલેલ જેથી તેમાથી એક બેંક એકાઉન્ટ નંબર આવેલ હતા જેથી તે બેંક એકાઉન્ટમા રૂ.10 હજાર ગુગલ પેથી ઓનલાઇન પેમેન્ટ કરેલ અને તેમા હોટલ બુકીંગ કરવાનો ટાસ્ક મોકલેલ હોય તે દિવસે 20 ટાસ્ક પુરા કરેલ અને ખાતામા રૂ.890 રીવર્ડ જમા થયેલ હતાં.
બીજા દીવસે લીંક ઉપર ફરી ટાસ્ક આવેલ અને કસ્ટમર સપોર્ટ ઉપર એકાઉન્ટ નંબર આવેલ જેથી તે એકાઉન્ટમા રૂ.20 હજાર અને અન્ય એક એકાઉન્ટમાં રૂ.12331 ગુગલ-પે થી ટ્રાન્સફર કરેલ હતાં. તે દીવસે પણ હોટલ બુક કરવાનો ટાસ્ક હતો તે ટાસ્ક પુરો કરી દિધેલ પણ રીવર્ડ મળેલ નહી જેથી તેમાં મેસેજ કરી જાણ કરેલ કે, તેમાંથી મેસેજ આવેલ કે તમારે હજું એક વાર રૂ.10 હજાર નાખવા પડશે અને ફરીવાર એકાઉન્ટ નંબર મોકલતાં રૂ.10 હજાર ટ્રાન્સફર કર્યા બાદ તે દીવસે ખાતામા રૂ.10500 અને રૂ.25105 જમા થયેલ હતા બાદ તા.08/07/2024 ના ફરી લીંક ઉપર ટાસ્ક આવેલ અને તેને મસેજ કરેલ કે તમે વધુ પૈસા જમા કરશો તો તમને વધુ રીવર્ડ મળશે તેમ જણાવતાં ફરીવાર એકાઉન્ટ નંબર મોકલતાં રૂ.50 હજાર અને રૂ. 1,09,388 તથા રૂ.2,25,488 જમા કરાવેલ અને ટાસ્ક પુરા કરેલ હોય પણ કોઇ રીવર્ડ મળેલ ન હતાં. જેથી કસ્ટમર સપોર્ટ હોટલાઈનમાં મેસેજ કરતા જણાવેલ કે, તમારે તમારા પૈસા તથા રીવર્ડ વીડ્રો કરવા માટે હજુ વધારે પૈસા નાખવા પડશે.
જેથી તેઓએ ફરીવાર રૂ.20 હજાર અને રૂ.50 હજાર ગુગલ પે કરેલ પરંતુ રીવર્ડ જમા થયેલ નહી કે પૈસા પરત મળેલ નહી જેથી ફરીવાર હોટલાઈનમાં મેસેજ કરતા જણાવેલ કે, તમને 8 ગણા રીવર્ડ પોઇન્ટ મળશે અને તમારા કુલ રૂ. 16,13,458 મળશે પરંતુ તેના માટે તમારે પહેલા રૂ.4,90,326 જમા કરવા પડશે તેમ કહી એક એકાઉન્ટ નંબર જેથી રૂ.4,90,326 નુ આર.ટી.જી.એસ. કરેલ હતું ત્યારબાદ તેમને મેસેજ આવેલ કે, તમારા રીવર્ડ સાથે કુલ રૂ.16,13,458 છે જે તમે વીડ્રો કરી શકો તેમ મેસેજ કરેલ જેથી તેઓએ લીંક ઉપરથી રૂપીયા વીડ્રો કરેલ પરંતુ વીડ્રો થયેલ નહી જેથી હોટલાઈન ઉપર મેસેજ કરતા જણાવેલ કે, તમારી રકમ વધારે થઇ ગયેલ હોય જેથી તમારે સીકયુરીટી પેટે અડધી બીજી રકમ મોકલવી પડશે તેના હુ તમને બેંક એકાઉન્ટ નંબર મોકલુ છું કહેતાં તેઓએ મિત્રને વાત કરતાં તેમની સાથે ફ્રોડ થયાનું જણાવતાં સાયબર ક્રાઇમમાં ઓનલાઈન ફરીયાદ કરી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી સાયબર ફ્રોડ આચરનાર ગઠિયાની શોધખોળ હાથ ધરી હતી.