રૂ.1.68 લાખ કરોડના સૌથી વધુ માસિક કલેકશન કરતા આગામી માસે જાહેર થનારા આંકડો વધુ ઉંચો હશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશના આડકતરા વેરામાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી) સિસ્ટમ અમલી બન્યા બાદ તેઓ માલસામાનની હેરાફેરી માટે ઈ-વે બિલ સીસ્ટમ અપનાવાઈ અને તે જીએસટી કલેકશનમાં મહત્વપૂર્ણ પુરવાર થઈ રહી છે. જીએસટીએન જે સમગ્ર સીસ્ટમનું સંચાલન કરે છે તેના જણાવ્યા મુજબ માર્ચ માસમાં 9.09 કરોડ ઈ-વે બિલ ઈસ્યુ થયા છે જેના કારણે એપ્રિલ માસમાં જીએસટી કલેકશન નવા રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચે તેવી ધારણા દર્શાવવામાં આવ્યા છે. દેશમાં અર્થવ્યવસ્થાથી ગાડી હવે ઘાટા પર ચડીને તેની રફતાર પકડવા લાગી છે તેનો પણ આ એક સંકેત છે. આ વર્ષે માર્ચ માસમાં જીએસટી કલેકશન 1.60 લાખ કરોડ થયું છે જે જીએસટી અમલમાં આવ્યા બાદનું બીજા નંબરનું સૌથી વધુ કલેકશન છે. ગત વર્ષ (2022)માં એપ્રિલ માસમાં રૂા.1.68 લાખ કરોડનું કલેકશન નોંધાયું હતું અને તે સમયે 7.81 કરોડ ઈ-વે બિલ બન્યા હતા. જેની સાથે માર્ચ 2023માં 9.09 કરોડ ઈ-વે બિલ ઈસ્યુ થયા છે જેનાથી કલેકશન પણ રેકોર્ડબ્રેક હશે તે નિશ્ચિત છે.