2021 માં 4330 લોકોએ આશ્રય માટે અરજી કરી : 2023 માં આ આંકડો 41330 થયો જેમાંથી અડધાં ગુજરાતીઓ હતાં
યુ.એસ.માં આશ્રય મેળવવા માંગતાં ભારતીયોની સંખ્યામાં છેલ્લાં ત્રણ વર્ષમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જે અમેરિકન સ્વપ્નને જીવવાની લાલચને પ્રતિબિંબિત કરે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના ડેટા દર્શાવે છે કે 2021 માં 4330 લોકોએ એસાયલમ માટે અરજી કરી હતી અને વર્ષ 2023 માં અરજદારોની સંખ્યામાં 855 ટકા વધીને 41330 થઈ હતી. ભારતીય એજન્સીઓના અધિકારીઓનું કહેવું છે કે આમાંનાં અડધાં જેટલાં અરજદારો ગુજરાતનાં હતાં.
ઑક્ટોબરમાં રજૂ કરાયેલાં ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટીના 2023 એસાઇલીસ વાર્ષિક અહેવાલમાં જણાવાયું હતું કે 2023 માં, ભારતીયો રક્ષણાત્મક આશ્રય મેળવવામાં પાંચમું સૌથી મોટું જૂથ અને હકારાત્મક આશ્રય અરજીઓમાં સાતમું સૌથી મોટું જૂથ હતું.
- Advertisement -
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ અનુસાર, હકારાત્મક અને રક્ષણાત્મક આશ્રય એ બે પ્રાથમિક પ્રક્રિયાઓ છે જેનાં દ્વારા લોકો યુએસમાં આશ્રય મેળવી શકે છે. આ બંને પ્રક્રિયાઓ માટે અરજદારોએ જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, ચોક્કસ સામાજિક જૂથમાં સભ્યપદ અથવા રાજકીય અભિપ્રાયને કારણે તેમનાં વતનમાં સતામણીનો ડર દર્શાવવો જરૂરી છે.
વર્ષ 2021 માં 4330 યુએસ સિટિઝનશિપ અને ઇમિગ્રેશન સેવાઓને સબમિટ કરવામાં આવેલી હકારાત્મક અરજીઓમાં 2090 અને રક્ષણાત્મક અરજીઓ 2240 હતી. પછીનાં વર્ષે, કુલ અરજદારો લગભગ ત્રણ ગણા વધીને 14570 થયાં જેમાં 5370 હકારાત્મક અને 9200 રક્ષણાત્મક અરજીઓ હતી. વર્ષ 2023 સુધીમાં, ભારતીય આશ્રય અરજીઓની સંખ્યા વધીને 41330 થઈ, જે પાછલાં વર્ષનાં કુલ કરતાં લગભગ ત્રણ ગણી છે.
વર્ષ 2021 માં, લગભગ 1330 ભારતીયોને આશ્રય આપવામાં આવ્યો હતો, જેમાં 700 ને હકારાત્મક અરજીઓ દ્વારા અને 630 ને રક્ષણાત્મક કાર્યવાહી દ્વારા સામેલ કરવામાં આવ્યાં હતાં. વર્ષ 2022 માં, 2180 હકારાત્મક અને 2080 રક્ષણાત્મક સાથે, આ સંખ્યા ત્રણ ગણાથી વધુ વધીને 4260 થઈ હતી. વર્ષ 2023 માં ઉપરનું વલણ ચાલુ રહ્યું, જેમાં 5340 ભારતીયોએ આશ્રય મેળવ્યો હતો જેમાં 2710 હકારાત્મક કેસો દ્વારા અને 2630 રક્ષણાત્મક કાર્યવાહી દ્વારા આશ્રય આપવા આવ્યો હતો.
- Advertisement -
ભારતીય આશ્રય શોધનારાઓમાં વધારો વ્યાપક વૈશ્વિક વલણ તરફ નિર્દેશ કરે છે, કારણ કે લોકો તેમનાં દેશોમાં સામાજિક, રાજકીય અને આર્થિક મુશ્કેલીઓમાંથી નિકળવા અને યુએસમાં આશ્રય મેળવવા માંગે છે. ભારતીય નાગરિકોમાં આશ્રય માટેની વધતી માંગ યુએસ ઇમિગ્રેશન સત્તાવાળાઓ માટે નોંધપાત્ર પડકારો ઉભાં કરે છે.