ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા 7મી અને 8મી સપ્ટેમ્બરના નડિયાદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની નવમી માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં જૂનાગઢના 85 વર્ષીય ભાનુમતીબહેન પટેલે ઝડપી ચાલ અને દોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. નડિયાદ સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની નવમી માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં રાજ્યભરમાંથી સિનિયર સિટિઝને ભાગ લીધો હતો.
જેમાં 85 વર્ષની વયે પણ યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ ધરાવતા જૂનાગઢના ભાનુમતીબહેન પટેલે 1500 મીટર, 5 હજાર મીટર દોડ તેમજ 5 હજાર મીટર ઝડપી ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે આ ત્રણેય સ્પર્ધા નિયત સમયમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જે બદલ માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા ભાનુમતીબહેન પટેલને ત્રણ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.