મનપાના ફૂડ વિભાગે સંતકબીર રોડ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેંચાણ કરતા 20 ધંધાર્થીને ત્યાં તપાસ કરી
મુજબ મેન્યુ ડેટ, એક્સપાયરી ડેટ, બેચ નંબર વિગત પણ પેકડ પર દર્શાવી ન હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સોરઠીયાવાડી વિસ્તારના કોઠારીયા રોડ પર આવેલી અજેન્દ્ર ડેરી ફાર્મમાં તપાસ કરતા ફ્રિજમાં સંગ્રહ કરેલા પેક્ડ પનીરના જથ્થા પર નિયમ મુજબ મેન્યુ ડેટ, એક્સપાયરી ડેટ, બેચ નંબર વિગેરે જેવી વિગતો દર્શાવી ન હતી તેમજ તપાસમાં સંગ્રહ કરેલો જથ્થો વાસી જણાતા 85 કીલો પેક્ડ પનીરનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને સ્થળ પર હાઇજેનીક કન્ડિશન જાળવવા અને લેબલ પર જરૂરી વિગતો દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત પેઢીમાંથી પનીરના નમુના લઇ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ વિભાગની ટીમે શહેરના સંતકબીર રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં 20 ધંધાર્થિઓની તપાસ હાથ ધરી હતી. જેમાં 6 ધંધાર્થિને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 17 નમૂનાની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી.
ફૂડ વિભાગે ખાદ્યચીજના ચાર નમૂના લઇ તપાસ માટે મોકલ્યા
1. અતુલ બેકરી જીરા રસ્ક
સ્થળ: શોપ નં.29, ગ્રાઉન્ડ ફ્લોર, સુવર્ણભૂમી કોમ્પ્લેક્ષ, અંબિકા ટાઉનશીપ, સ્પીડ વેલ પાર્ટી પ્લોટ સામે, રાજકોટ
2. અતુલ બેકરી મિલક ટોસ્ટ
સ્થળ: ઉં-માર્ટ, જલારામ ચોક, ગીતાનગર મેઇન રોડ, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ
3. અતુલ બેકરી રોયલ કસાટા કેક
સ્થળ: શોપ નં.29, ગ્રાઉન્ડ ફ્લોર, સુવર્ણભૂમી કોમ્પ્લેક્ષ, અંબિકા ટાઉનશીપ, સ્પીડ વેલ પાર્ટી પ્લોટ સામે, રાજકોટ
4. અતુલ બેકરી ચોકલેટ ચીપ્સ કેક
સ્થળ: ઉં-માર્ટ, જલારામ ચોક, ગીતાનગર મેઇન રોડ, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ
- Advertisement -
ફૂડ વિભાગે વિવિધ ખાદ્યચીજોનું વેચાણ કરતા ધંધાર્થીઓની ત્યા તપાસ કરી
1. ખોડિયાર છોલે ભટુરે-છોલે ચાવલ
2. જય ગાત્રાળ પૌવા
3. જયશ્રી ચામુંડા દાળપકવાન
4. ગજાનંદ ચાઇનીઝ પંજાબી
5. જય ઠાકર પૂરી શાક
6. ક્રિષ્ના દાળપકવાન
7. જય શક્તિ દાળપકવાન
8. મહાકાળી ગાંઠિયા
9. ઉમા મદ્રાસ કાફે
10. ભગત દાળપકવાન
11. ગજાનંદ જોધપુર છોલે ભટુરે
12. જગદીશ ગાંઠિયા
13. શ્યામ ડેરી ફાર્મ
14. મયુર ફાસ્ટ ફૂડ
15. જય ઠાકર રોટલા
16. ગણેશ ડેરી ફાર્મ
17. ક્રિષ્ના બેકરી કેક
18. પટેલ વિજય ફરસાણ માર્ટ
19. ખોડિયાર ફેમીલી રેસ્ટોરેન્ટ
20. રાધેશ્યામ ડેરી ફાર્મ