રેલવે પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા ગાંજાની ખેપ મારતા હોવાનું ખુલ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ રેલવે જીઆરપીની જઘૠ ટીમ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન મળેલી બાતમીના આધારે બપોરે 2.40 વાગ્યે બિલાસપુર-હાપા ટ્રેનમાં ઉતરેલું દંપતી શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યું હતું. આથી તેની અટકાયત કરી તપાસ કરતા તેની પાસેથી અંદાજે 8 કિલો ગાંજો મળી આવ્યો હતો. આથી દંપતીની નાર્કોટિક્સના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રેલવે જીઆરપીના જઘૠ પોલીસ ટીમ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બીલાસપુર-હાપા ટ્રેન રાજકોટ પ્લેટફોર્મ પર આવતા ટ્રેનમાંથી ઉતરેલું દંપતી શંકાસ્પદ જણાયું હતું. આથી રેલવે જઘૠ સ્ટાફે અટકાવી તેની પાસે રહેલા થેલાની તપાસ કરતા અંદાજે 8 કિલો જેટલો ગાંજાનો જથો કિંમત રૂ. 80 હજારનો મળી આવ્યો હતો. બાદમાં પૂછપરછ હાથ ધરી હતી, દરમિયાન દંપતીનું નામ નરેન્દ્ર બલદેવ દીપ અને તેની પત્ની પાયલ નરેન્દ્રદીપ વાળી હોવાનું અને ઓરિસ્સાના કાલાહાન્ડી જિલ્લાના સીમજાપણીના વતની હોવાની કબૂલાત આપી હતી.વધુ પૂછપરછ કરતા ગાંજા સાથે ઝડપાયેલું દંપતી ઓરીસ્સાથી રાયપુર અને રાયપુરથી રાજકોટ આવતા બીલાસપુર ટ્રેન પકડી રાજકોટ પહોચ્યા હતા અને આ ગાંજો રાજકોટમાં રહેતા એક શખસે મગાવ્યાનું અને તે ડીલિવરી લેવા આવવાનો હતો તેવી કબૂલાત આપી હતી.