પોલીસે મહેફિલનાં સ્થળેથી નાની મોટી છ વિદેશી દારૂની બોટલો કબ્જે કરી
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા
તાલાલા તાલુકાના ધાવા ગીર ગામની સીમમાં આવેલ વાડીમાં દારૂની મહેફિલ માણતા આઠ રાજકોટ ના શખ્શો અને વાડી માલિક મળી નવ પ્યાસીઓને પોલીસે ઝડપી જેલહવાલે કરતા ગેરકાયદેસર મહેફીલ માણતા ઈસમો માં ફફડાટ ફેલાયો છે.
- Advertisement -
પોલીસે આપેલ વિગત પ્રમાણે તાલાલા તાલુકાનાં ધાવા ગીર ગામના સુકવડા સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી પરેશ પોપટભાઈ કોઠડીયા,પ્રિતેશ ચીમનભાઈ ભાલોડી,રીતેશ જેન્તીભાઈ સાદરીયા, હાર્દિક સવજીભાઈ કાચડીયા, કિરણ અમિતભાઈ જાવિયા, દિપક જેઠાભાઈ ફળદુ, દિપક ધિરજભાઈ કનેરીયા, જસ્મીન હરસુખભાઈ ટીલવા રે.બધા રાજકોટ તથા વિદેશી દારૂની સગવડ પુરી પાડનાર વાડી માલિક જનક વિઠ્ઠલભાઈ હિંગરાજીયા રે.ધાવા ગીર વાળાની ધરપકડ કરી છે. વાડીમાંથી પોલીસે નાની મોટી છ વિદેશી દારૂની બોટલો કબ્જે કરી તાલાલા પી.આઈ.જે.એન.ગઢવી એ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તમાંમ આરોપીઓને જેલહવાલે કર્યા છે.દારૂની મહેફિલ ઉપર પોલીસ ત્રાટક્યા નાં સમાચાર થી ધાવા ગીર વિસ્તારમાં ચકચાર ફેલાયેલ છે.