ધ્વજવંદન, દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન સમારોહથી કાર્યક્રમ રંગતદાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજુલા તાલુકાના બર્બટાણા ગામે તાલુકા કક્ષાનો 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. રાજુલા મામલતદાર પુરોહિતના હસ્તે ધ્વજવંદન અને સલામી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ સ્વાગત ગીતો, દેશભક્તિ ગીતો અને વિવિધ કૃતિઓ રજૂ કરી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.
- Advertisement -
કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, તાલુકા ભાજપ પ્રમુખ ધીરુભાઈ નકુમ સહિત અનેક આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉજવણી બર્બટાણા ગામના સરપંચ કે.બી. કામળીયાના પ્રયત્નોથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.



