ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
મહાશિવરાત્રિ મેળાને લઇને આવનાર પ્રવાસીઓ- મુસાફરોની સંખ્યામાં ગત વર્ષ કરતા થોડો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢમાં દર વર્ષે મહા શિવરાત્રિનો મેળો યોજાય છે. આ મેળામાં દેશ વિદેશમાંથી લાખ્ખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. દરમિયાન જૂનાગઢ ધાર્મિકની સાથે ઐતિહાસિક નગરી હોય અહિં હરવા ફરવાના સ્થળો પણ અનેક છે. પરિણામે મેળામાં આવનાર લોકો હરવા ફરવાના સ્થળોએ પણ જતા હોય છે. આમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગત વર્ષ કરતા મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે મહા શિવરાત્રિના મેળાના 6 દિવસ દરમિયાન સક્કરબાગમાં 19,330 મુલાકાતીઓ આવ્યા હતા. જ્યારે આ વર્ષે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનારાની સંખ્યા 27,295 નોંધાઇ હતી. આમ, આ વર્ષે 7,965 મુલાકાતીઓ વધ્યા છે. જ્યારે મેળામાં આવનાર લોકો મુુસાફરી માટે એસટીની વધુ પસંદગી કરતા હોય છે. ગત વર્ષે મહાશિવરાત્રિ મેળાના 6 દિવસ દરમિયાન 2,92,481 પ્રવાસીઓએ એસટી બસની મુસાફરી કરી હતી.
મહાશિવરાત્રિ મેળાના કારણે સક્કરબાગ ઝૂમાં 7,965 પ્રવાસીઓએ મુલાકાત લીધી
