ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
રાજયના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તાજેતરમાં યોજાયો હતો. જેમાં રાજ્યભરમાંથી વિવિધ જિલ્લાના કુલ 78 શિબિરાર્થીઓ આ શિબિરમાં જોડાયા હતા.
જેમાં મિલન વાગડિયા પાંચપીપળા, શૈલેશ બાલસ માળિયા, પૂજા રામાનુજ સુરત, પ્રિયંકા કેવટ સુરત, શૈલેશ કામળીયા ગોરખમઢી, સોઢા અનિરુદ્ધસિંહ જામનગર, ગોપાલ સરવૈયા મહુવા, માર્ગી રાવલ જુનાગઢ આ સર્વેએ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી. તેમજ કોર્ષ ઇન્ચાર્જશ્રી તરીકે કે.પી. રાજપૂત તેઓએ સેવા આપી હતી.પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો.પુનીલ ગજ્જર, કાર્તિક પારેખ, કમલસિંગ રાજપૂત તથા ઉપેન્દ્રસિંહ એમ.રાઠોડના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી નિવૃત્ત પ્રિન્સીપાલ જટઈંખ કમલસિંગ રાજપૂતે આપી હતી. કાર્યક્રમનું સંચાલન માનદ ઇન્સ્ટ્રક્ટરશ્રી માર્ગી રાવલે કરી હતી. તાલીમાર્થી દેવર્ષ હીરપરા, સ્વરા સુરાણી, અંટાળા વેદ તથા પૂજનએ કેમ્પના અનુભવો વિષે વાત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ અમારો બીજો એડવેન્ચર કોર્ષ હતો. તેથી અમને ખડક ચઢાણ તથા ઉતરાણ સરળ લાગ્યું હતું. કેમ્પ દરમિયાન 5 જૂનના દિવસે પર્યાવરણ દિનની ઉજવણી ખુબ સરસ રીતે કરી હતી, જે જીવનભર યાદગાર રહેશે. આવી સાહસિક શિબિરમાં જોડાવા માટે અમે બીજા મિત્રોને જરૂરથી કહેશું. કાર્તિક પારેખ દ્વારા કેમ્પના બાળકોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, આજના ડિજીટલ યુગમાં નાના બાળકો મોબાઈલનો વધુ ઉપયોગ કરે છે. જેથી હાલમાં જ દિલ્હી ખાતે હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. જેમાં ડિજીટલ સ્ક્રીનનો મનોરોગ છોડવા માટે મદદ કરવામાં આવે છે, તો તમે બધા આવી સાત દિવસીય શિબિરમાં જોડાયા અને ડિજીટલ સ્ક્રીનથી દૂર રહ્યા છો. જેથી બધા તમારા મિત્રોને પણ આવી શિબિરમાં જોડાવા પ્રોત્સાહિત કરજો તેવી અપીલ કરી હતી.



