પીએમ મોદીનુ સ્વાગત કરો પણ…પીએમ મોદી વિરોધી લોબી સક્રિય થઈ ગઈ
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકા પહોંચેલા પીએમ મોદીનુ ભવ્ય સ્વાગત થયુ છે. જોકે અમેરિકામાં પીએમ મોદી વિરોધી લોબી સક્રિય થઈ ગઈ છે. અમેરિકામાં 75 સેનેટરો તેમજ ડેમોક્રેટિક પાર્ટીના કોંગ્રેસના સભ્યોએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને એક પત્ર લખ્યો છે અને કહ્યુ છે કે, પીએમ મોદીનુ સ્વાગત કરવામાં આવે પણ તેની સાથે સાથે ભારતને લઈને જે ચિંતાઓ છે તેના પર પણ ચર્ચા કરવામાં આવે.
- Advertisement -
આ સેનેટરો અને કોંગ્રેસના સભ્યોએ અમેરિકાના વિદેશ વિભાગ તથા બીજા સંગઠનોના અહેવાલનો હવાલો આપીને કહ્યુ છે કે, ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતા વધી રહી છે તેમજ પત્રકારો તથા નાગરિકોના સંગઠનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અખબારોની સ્વતંત્રતા પર પણ કાપ મુકાઈ રહ્યો છે. આ તમામ મુદ્દા પર જો બાઈડને પીએમ મોદી સાથે ચર્ચા કરવાની જરૂૂર છે.
પત્રમાં કહેવામાં આવ્યુ છેકે, ભારત અને અમેરિકા મિત્ર છે અને મિત્રોએ ઈમાનદારી અને સ્પષ્ટતાથી વાતચીત કરવી જોઈએ. ભારત અને અમેરિકા વચ્ચે સમાન હિતો સીવાય પણ બીજા ઘણા મુદ્દા છે અને તમારે(જો બાઈડન)આ મુદ્દાઓને પીએમ મોદી સમક્ષ મુકવા જોઈએ. પીએમ મોદી અમેરિકન કોંગ્રેસને સંબોધન કરવાના છે તેના પહેલા જ આ પત્ર રિલિઝ કરવામાં આવ્યો છે. આ પત્ર લખવા માટે તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અમેરિકા યાત્રા દરમિયાન તેમની સાથે ડિનર લેતા જોવા મળેલા સેનેટર ક્રિસ વેન હોલેન તથા કોંગ્રેસના સભ્ય પ્રેમિલા જયપાલે આગેવાની લીધી છે. તેના પર કુલ 75 નેતાઓના હસ્તાક્ષર છે.