- કચ્છને 1000 કરોડના કામોની ભેંટ આપતા મુખ્યમંત્રી
ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભચાઉ તાલુકાના શિકરા ખાતે રૂ.996 કરોડના કુલ 12 કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ.11 કરોડના 8 કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.1000 કરોડથી વધુના વિવિધ 20 વિકાસકામોની કચ્છવાસીઓને ભેટ આપી હતી.આ કાર્યક્રમમાં વિકાસકાર્યોની ભેટ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ નાનામાં નાના માણસની પરવા કરીને તેને મુખ્યધારામાં લાવવા પ્રયાસ કર્યો છે.
વિકસિત ભારત બનાવવા માટે વડાપ્રધાનએ હાકલ કરી છે.જેના માટે સૌ નાગરિકોએ સાથે મળીને આગળ વધવું પડશે. આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મોદી સાહેબની ગેરંટી થકી સરકારી યોજનાઓનો લાભ ગામડે-ગામડે લોકો સુધી પહોંચ્યો છે. વડાપ્રધાન નેતૃત્વમાં સરકાર નાગરિકોના ઘર આંગણે આવીને યોજનાઓનો લાભ આપી રહી છે. નાગરિકો માંગણી કરે અને તેનો સુખદ ઉકેલ આવે એવી ઉત્તમ વ્યવસ્થાનો પાયો વડાપ્રધાનએ નાખ્યો હતો.
- Advertisement -
જેનો લાભ આજે દેશના નાગરિકોને મળી રહ્યો છે.ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં કચ્છ જિલ્લો આજે દેશભરમાં અગ્રેસર બન્યો છે. સરકાર રિન્યૂએબલ એનર્જીને પ્રાધાન્ય આપી રહી છે. વાઈબ્રન્ટ સમિટમાં ગ્રીન એનર્જી સેક્ટર કેન્દ્રમાં રહ્યું છે. રિન્યૂએબલ એનર્જીના ક્ષેત્રમાં કચ્છ જિલ્લો હંમેશા અગ્રેસર બની રહેશે એવો વિશ્ર્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. રૂ.740 કરોડના ખર્ચે તૈયાર થનારા ભુજ ભચાઉ હાઈસ્પીડ કોરિડોરના ખાતમૂર્હુતના કામનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ રોડથી કચ્છીમાડુઓને સુદઢ કનેક્ટિવિટી મળી રહેશે.
અબડાસા ખાતે આટર્સ એન્ડ કોમર્સ કોલેજને સૈદ્ધાંતિક મંજૂરીની જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી.આ લોકાર્પણ-ખાતમૂર્હુત પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ ઈ-ખાતમુહૂર્ત થયેલા બે મુખ્ય રોડના કામનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, એકલ- બાંભણકા રોડ ખડીરવાસીઓ માટે ખૂબ જ મહત્વનો બની રહેશે. આ રોડ રૂ.138 કરોડના ખર્ચે બની જતા ખડીરવાસીઓની આકાંક્ષા પૂર્ણ થશે અને લોકોના સમય, ખર્ચનો બચાવ થશે. કચ્છ રણ, ડુંગર અને દરિયાનો પ્રદેશ ગણાતો હતો જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન થકી કચ્છ જિલ્લાએ એગ્રિકલ્ચર, ટૂરીઝમ અને ઉદ્યોગક્ષેત્રે હરણફાળ ભરી છે.
- Advertisement -
કચ્છમાં ટૂરીઝમ ક્ષેત્રે વિકાસ થાય એ માટે રાજ્ય સરકાર પિંગલેશ્ર્વર, માતાના મઢ, કોરી ક્રીક સહિતના વિવિધ સ્થળોનો વિકાસ કરી રહી છે.માંડવી તાલુકાના સાંભરાઈ ગામ ખાતે રૂ. 1.25 કરોડના નવનિર્મિત હાઈસ્કૂલ, અંજાર તાલુકાની વરસામેડી કુમાર પ્રાથમિક શાળા ભવન, ભચાઉ તાલુકાના ધોળાવીરા ખાતે રૂ.1.05 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભુજમાં રૂ. 0.81 કરોડના ખર્ચે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભચાઉ તાલુકાના ધોળાવીરા ખાતે રૂ. 0.65 કરોડના ખર્ચે મેટરનિટી કોમ્પ્લેક્ષ, આમ મુખ્યમંત્રીએ કુલ રૂ.11.27 કરોડના ખર્ચે 8 કામોનું ઈ- લોકાર્પણ કર્યું હતું.