-દેશમાં પહેલીવાર 1996 માં મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ ત્યારે તેનો ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધ ગણી જોરદાર વિરોધ થયેલો
લગભગ ત્રણ દાયકા બાદ વિશ્વ પ્રસિદ્ધ આંતર રાષ્ટ્રીય સૌદર્યં સ્પર્ધા મિલ વર્લ્ડ 2023 ભારતમાં યોજાશે.આ હાઈપ્રોફાઈલ ઈવેન્ટનું સ્થળ અને તારીખ હજુ જાહેર થઈ નથી પણ મિલ વર્લ્ડની 71 મી ઓડીશન આ વર્ષે નવેમ્બર કે ડિસેમ્બરમાં યોજાય તેવી સંભાવના છે.છેલ્લે વર્ષ 1996 માં ભારતમાં બેંગ્લોરમાં આ સ્પર્ધા યોજાઈ હતી. ભારત અત્યાર સુધી છ વાર મીસ વર્લ્ડની સ્પર્ધા જીતી ચુકી છે 1966 માં રીટા ફારીયા ભારતની સૌ પ્રથમ મિલ વર્લ્ડ બની હતી. ત્યારબાદ ઐશ્વર્યારાય (1994), ડાયેના હેડન (1997) યુકતા મુખી (1999), પ્રિયંકા ચોપડા (2000), અને માનુષી છીલ્લર (2017) મીસ વર્લ્ડ બની હતી. ભારત વતી આ મિસ ઈન્ડયા વર્લ્ડ સીની શેટ્ટી આ સ્પર્ધામાં ભાગ લેશે.
- Advertisement -
ગુરૂવારે એક પ્રેસ કોન્ફરન્સમાં મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનની ચેરપરસન અને સીઈઓ જુલીયા મોર્લેએ જણાવ્યું હતું કે મને 71 મી મીસ વર્લ્ડ ફાઈનલનાં સ્થળ તરીકે ભારતની જાહેરાત કરતા મને ખુબ ખુશી થઈ રહી છે. અમે આપની અનોખી અને વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ, વિશ્વ સ્તરીય, આકર્ષણ અને ખુબસુરત સ્થળોને બાકીનાં વિશ્વ સાથે શેર કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.
71 મી મીસ વર્લ્ડ 2023 સ્પર્ધા અતુલ્ય ભારતમાં પોતાની એક મહીનાની યાત્રામાં 130 રાષ્ટ્રીય ચેમ્પીયનની ઉપલબ્ધીઓને પ્રદર્શિત કરશે.કારણ કે અમે 71 મી અને ત્યાર સુધીની ભવ્યાતિભવ્ય મીસ વર્લ્ડ ફાઈનલ રજુ કરવા જઈ રહ્યા છીએ.એક મહિનો ચાલનારી આ સ્પર્ધામાં પ્રતિભા પ્રદર્શન, રમતગમત સ્પર્ધા અને સખાવતી કાર્યો જેવા વિવિધ તબકકા હશે. આ તમામ પાસાઓનો હેતુ સુંદરીઓના એ ગુણોનું મુલ્યાંકન કરવાનો છે જે તેમને પરિવર્તનનાં દુત બનાવે છે.
- Advertisement -
હાલમાં ભારત આવેલી પોલેન્ડની વિશ્વ સુંદરી કેરોલીના બિલાવસ્કાએ જણાવ્યું હતું કે હું આ ખુબસુરત દેશમાં મારો તાજ સોંપવા ઉત્સુક છુ. જે મિસ વર્લ્ડ જેવા જ મુલ્યો ધરાવે છે. ભારતમાં સમગ્ર વિશ્વમાં સૌથી ઉમદા આતિથ્ય ભાવના છે.હું અહી બીજી વાર આવુ છું અને તમે મને ઘર જેવુ મહેસુસ કરાવી રહ્યા છો. પરિવાર, સન્માન, પ્રેમ, નમ્રતા એ તમારા મુલ્યો છે. જે અમને વિશ્વ સમક્ષ રજુ કરવા ગમશે. અહી જોવા માટે ઘણુ બધુ છે અને એક મહિના માટે સમગ્ર વિશ્વને અહી લાવવુ અને તેમને ભારત બતાવવુ એ બહુ સારો આઈડીયા છે.