હેલ્પલાઇન 1930 નાગરિકોના પૈસાની સુરક્ષા માટે બની લાઈફલાઇન
24.67 લાખ મ્યુલ એકાઉન્ટ્સ પકડાયા, 8031 કરોડના ટ્રાન્ઝેક્શન અટકાવી દેવાયા
- Advertisement -
ડિજિટલ સુરક્ષા : 11.14 લાખ સિમ કાર્ડ અને 2.96 લાખ ઈંખઊઈં બ્લોક, 12,952 કેસમાં ગુનેગારોને પુરાવા આધારિત સજા
સાઈટ્રેન પ્લેટફોર્મ પર 1.44 લાખથી વધુ અધિકારી તાલીમબદ્ધ, બેંકોના સહકારથી સસ્પેક્ટ ડેટાની ઝડપી ઓળખ
રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્ર્નનો ગૃહ રાજ્યમંત્રી બંદી સંજયકુમાર જવાબ આપ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ અને ઠગો દ્વારા ફંડને સગેવગે કરતા અટકાવવા માટે ઈં4ઈ હેઠળ ’સિટીઝન ફાઈનાન્સિયલ સાઈબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ (ઈઋઈઋછખજ)ને વર્ષ 2021માં લોંચ કરાઈ હતી. અત્યાર સુધીમાં, 23.02 લાખથી વધુ ફરિયાદોમાં રૂ. 7,130 કરોડથી વધુની નાણાકીય રકમ બચાવી લેવાઇ છે. ઓનલાઈન સાઈબર ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ થવા ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ’1930’ શરૂ કરાયો છે. ગૃહ મંત્રાલયે દેશમાં તમામ પ્રકારના સાઈબર ગુનાઓનો સંકલિત અને સર્વગ્રાહી રીતે સામનો કરવા એક એટેચ ઓફિસ તરીકે ’ઈન્ડિયન સાઈબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર’ (ઈં4ઈ)ની રચના કરી છે. રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીને આ માહિતી ગૃહ રાજ્યમંત્રી બંદી સંજયકુમારે આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેંકો કે નાણાકીય સંસ્થાઓના સહયોગથી 10.09.2024ના રોજ ઈં4ઈ દ્વારા સાઈબર ગુનેગારોની ઓળખકર્તા શકમંદોની રજિસ્ટ્રી લોંચ કરાઈ છે. અત્યાર સુધીમાં, બેંકો પાસેથી 18.43 લાખથી વધુ શકમંદોના ઓળખકર્તા ડેટા પ્રાપ્ત થયા છે અને 24.67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ્સની વિગતોની શકમંદોની રજિસ્ટ્રીની સહભાગી સંસ્થાઓ સાથે વહેંચણી કરાઈ છે અને રૂ. 8031.56 કરોડના ટ્રાન્ઝેક્શન્સ નકારી કઢાયા છે.
સાઈબર ક્રાઇમ તપાસ, ફોરેન્સિક્સ, પ્રોસિક્યુશન વગેરેના મહત્વપૂર્ણ પાસા પર ઓનલાઈન કોર્સ દ્વારા પોલીસ અધિકારીઓ, ન્યાયિક અધિકારીઓના ક્ષમતા નિર્માણ માટે ઈં4ઈ હેઠળ ‘સાઈટ્રેન’ નામનું મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ (ખઘઘઈ) પ્લેટફોર્મ વિકસાવાયું છે. રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના 1,44,895થી વધુ પોલીસ અધિકારીઓ, ન્યાયિક અધિકારીઓ તેમાં રજિસ્ટર્ડ થયેલા છે અને પોર્ટલ દ્વારા 1,19,628થી વધુ પ્રમાણપત્રો જારી કરાયા છે. ઈં4ઈ ખાતે એક અત્યાધુનિક, સાઈબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (ઈઋખઈ)ની સ્થાપના કરાઈ છે, જ્યાં અગ્રણી બેંકો, નાણાકીય મધ્યસ્થીઓ, પેમેન્ટ એગ્રીગેટર્સ, ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ, ઈંઝ ઈન્ટરમિડિયેટરીઝ અને રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓ સાઈબર ગુનાખોરીનો સામનો કરવા ત્વરિત કાર્યવાહી અને સરળ સહયોગ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
અત્યારસુધીમાં, ભારત સરકારે પોલીસ અધિકારીઓના રિપોર્ટિંગના આધારે 11.14 લાખથી વધુ સિમ કાર્ડ અને 2.96 લાખથી વધુ ઈંખઊઈંને બ્લોક કરી દીધા છે.
રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસના તપાસ અધિકારીઓ (ઈંઘત)ને પ્રારંભિક તબક્કાની સાઈબર ફોરેન્સિક તાલીમ સહાયતા પૂરી પાડવા ઈં4ઈના ભાગરૂપે, નવી દિલ્હી 18.02.2019ના રોજ અને 29.08.2025ના રોજ આસામ ખાતે અત્યાધુનિક ‘નેશનલ સાઈબર ફોરેન્સિક લેબોરેટરી (ઈન્વેસ્ટિગેશન્સ)’ની સ્થાપના કરાઈ છે. અત્યારસુધીમાં, દિલ્હીની નેશનલ સાઈબર ફોરેન્સિક્સ લેબોરેટરી (ઈન્વેસ્ટિગેશન્સ)એ સાઈબર ગુનાખોરી સંબંધિત લગભગ 12,952 કેસમાં રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની કઊઅને પોતાની સેવાઓ પૂરી પાડી છે.
કઊઅત દ્વારા સાઈબર ક્રાઇમ ડેટા શેરિંગ અને વિશ્લેષણ કરી શકાય તે માટે મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ (ખઈંજ) પ્લેટફોર્મ, ડેટા રિપોઝીટરી અને કોઓર્ડિનેશન પ્લેટફોર્મ તરીકે સેવા પૂરી પાડવા સમન્વય પ્લેટફોર્મને કાર્યરત કરાયું છે. તે વિવિધ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાઈબર ક્રાઇમ ફરિયાદોમાં સંડોવાયેલા ગુનેગારોના તેમજ વિશ્લેષણ આધારિત આંતરરાજ્ય કડીઓ પૂરી પાડે છે. ન્યાયક્ષેત્રીય અધિકારીઓને વિઝિબિલિટી પૂરી પાડવા નકશા પર ગુનેગારો તેમજ ગુનાખોરીના માળખા સંબંધિત લોકેશન્સને ’પ્રતિબિમ્બ’ મોડ્યુલ પ્રાપ્ત કરશે. આ મોડ્યુલ કાયદા અમલીકરણ એજન્સીને ઈં4ઈ તથા અન્ય જખઊત પાસેથી ટેક્નો-લીગલ સહાયતા માગવા અને પ્રાપ્ત કરવાની સુલભતા પ્રદાન કરે છે. તેના કારણે 16,840 આરોપીની ધરપકડ કરાઈ છે અને 1,05,129 સાઈબર તપાસ સહાયતા વિનંતી કરાઈ છે.
મ્યુલ એકાઉન્ટ્સ એટલે શું?
મ્યુલ એકાઉન્ટ્સ એ એવા બેંક એકાઉન્ટ્સ છે જેનો ઉપયોગ ઠગો અને સાઈબર ગુનેગારો દ્વારા ગેરકાયદે રીતે પૈસા એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા માટે થાય છે. જેના માટે એકાઉન્ટ ધરાવનારને થોડા પૈસા અને કમિશન આપવામાં આવે છે. પૈસા અને કમિશનની લાલચમાં લોકો ફસાઈ જાય છે અને તેમનું એકાઉન્ટ ગુના માટે વપરાય છે. મોટા ભાગે વિદ્યાર્થી, બેરોજગાર યુવાનો, લાલચમાં આવનારાઓ અને ઓનલાઈન ઠગાઈના શિકાર લોકો ફસાઇ જાય છે. આવા એકાઉન્ટ રાખવાનો હેતુ માત્ર પૈસાનો સોર્સ છુપાવવા, ગેરકાયદે કમાણીનો ધંધો સલામત દેખાડવો અને સાઈબર ફ્રોડની રકમ ઝડપથી બીજા દેશે ખસેડવા માટે થાય છે. જો તમારું એકાઉન્ટ મ્યુલ તરીકે વપરાયે તો તમે પણ ગુનેગાર ગણાઈ શકો છો. મ્યુલને ઘણી વાર મની લોન્ડરિંગના ગુનામાં ધરપકડ થાય છે.



