ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં ધી ઈન્ટરનેશનલ સ્કૂલ સ્પોર્ટ્સ દ્વારા ભારતની આંતરરાષ્ટ્રીય કક્ષાએ જિમ્નાસ્ટિક સ્પર્ધાનું આયોજન હૈદ્રાબાદમાં કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટની 7 વર્ષની દીકરી કાયરા શાહે રાષ્ટ્રીય જિમ્નાસ્ટિક સ્પર્ધામાં પ્રથમ નંબર લાવી ગોલ્ડમેડલ મેળવી મોઢ વણિક સમાજનું ગૌરવ વધારેલ છે. ઓલ ઈન્ડિયામાંથી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં કાયરા ફક્ત એક જ સફળ રહીને ગોલ્ડમેડલ મેળવ્યો છે.
- Advertisement -
ફક્ત સાત વર્ષની નાની ઉંમરે કાયરાએ આંતરરાષ્ટ્રીય કક્ષામાં ભાગ લઈ અને પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડમેડલ હાંસલ કર્યો. બધા જુદા જુદા મંડળો તથા વ્યક્તિઓની શુભેચ્છાનો વરસાદ વરસ્યો હતો. આનંદ નિકેતન ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ખાતે અભ્યાસ કરતી કાયરાને સ્કૂલના પ્રિન્સીપાલ, ક્લાસ ટીચરે ખૂબ અભિનંદન પાઠવી ખાસ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવેલ.



