બહારનું ખાવાના શોખોનો ચેતી જજો
અજેન્દ્ર ડેરીનું પનીર, રેડ એપલ રેસ્ટોરેન્ટનું મન્ચુરિયન, રાધે કેટરર્સની ફરાળી પેટીસ, ખોડિયાર ડેરીનું દૂધ અને પ્રકાશ સ્ટોર્સનો મુખવાસ ખાવાલાયક નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા ખાદ્યપદાર્થના 7 નમૂના ફેઇલ જાહેર થતાં એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂ.1,96,000 દંડનો હુકમ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગે કોઠારીયા રોડ સોરઠીયાવાડી 6-8 કોર્નર પર આવેલી અજેન્દ્ર ડેરી ફાર્મમાંથી લૂઝ પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો જેના પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ(વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો ફેઇલ જાહેર થયો હતો. આથી પેઢીના સંચાલક વિજયભાઇ વિનોદભાઇ અગ્રાવત અને પેઢીના માલિક રાજેશભાઈ શિવાભાઈ ઢાંકેચાને કુલ રૂ.1,00,000નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ ગાંધીગ્રામ સત્યનારાયણ શેરી નં.2માં હિરવા હેલ્થ કેરમાંથી ન્યૂટ્રીશીયન ફૂડ સપ્લીમેન્ટનો નમૂનો લેવામાં આવ્યો હતો જે ફેઇલ જાહેર થતા પેઢીને રૂ. 42,000નો દંડ ફટકાર્યો છે. તેમજ નવા 150 રિંગ રોડ-2, નંદનવન રેસ્ટોની બાજુમાં પંચેશ્વર પાર્કમાં આવેલા રેડ એપલ ગાર્ડન રેસ્ટોરેન્ટમાંથી મંચુરિયન ફાઇડનો નમુનો લેવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગ દ્વારા પંચેશ્વર પાર્ક-8, નવો 150 રિંગ રોડ-2, નંદનવન રેસ્ટોરન્ટની બાજુમાંથી “મંચુરિયન ફાઇડ (પ્રિપેર્ડ- લુઝ)” નો નમુનો લેવામાં આવ્યો જેમાં સિન્થેટિક ફૂડ કલર મળી આવતા પેઢીના ભાગીદાર વિવેકભાઈ હિતેશભાઇ સવજાણી તથા ભાગીદારી પેઢી “રેડ એપલ ગાર્ડન રેસ્ટોરેન્ટ”ને કુલ મળીને 20 હજાર દંડનો હુકમ કરવામાં આવેલ છે.
આ સિવાય “રાધે કેટરર્સ”, રૈયા રોડ, નાગરિક બેંકની પાસેમાંથી ફરાળી લોટ નમૂના અર્થે લીધો હતો. જેમાં મકાઈનો લોટ મળી આવતા પેઢીના માલિક ચેતનભાઈ નવીનચંદ્ર પારેખને કુલ રૂ. 10,000નો દંડનો હુકમ, “શ્રી ખોડિયાર ડેરી ફાર્મ નમકીન”, ક્રિષ્ના પાર્ક સોસાયટી, બ્લોક નં.33, પુષ્કરધામ રોડ, કાલાવડ રોડ, રાજકોટ મુકામેથી “મિક્સ દૂધ (લુઝ)” નો નમુનો લેવાયો જેમાં વેજીટેબલ ઓઇલની હાજરી અને જગઋ નું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું મળી આવતા માલિક ખોડાભાઈ ગોકળભાઈ લુણાગરીયાને 10 હજારનો દંડ, “પ્રકાશ સ્ટોર્સ”, નવા નાકા રોડ, જૂની પ્રહલાદ ટોકીઝ પાસેથી “નંદા મુખવાસ- હીરામોતી ફ્લેવર (500 ગ્રામ પેકડ)” નો નમુનો લેવામાં આવ્યો જેમાં સિન્થેટીક ફૂડ કલરની માત્રા ધારાધોરણ કરતાં વધુ મળી આવતા પેઢીના માલિક કલ્પેશભાઇ કાંતિલાલ નંદાને 7 હજારનો દંડ ફટકાર્યો હતો.
- Advertisement -
ફૂડ વિભાગે ખાદ્ય ચીજોના 6 નમૂના લીધા
નાણાવટી ચોકમાં આવેલી અતુલ બેકરીમાંથી ડાર્ક ફોરેસ્ટ ચોકો કેક અને હોલ વ્હીટ બ્રેડ
રામકૃષ્ણ રોડ પર આવેલા ઇશ્વરભાઇ ઘૂઘરાવાળાને ત્યાંથી મીઠી ચટણી અને ઘૂઘરા
ઢેબર રોડ પર આવેલી ધ ગ્રાન્ડ રિજન્સીમાંથી પનીર અંગારા અને ચોળી મસાલા સબ્જી



