ખાસ-ખબર સંવાદદાતા
ઈઝરાઇલના વિદેશ મંત્રી એલી કોહેને કહ્યું છે કે સાઉદી અરેબિયા સાથે રાજદ્વારી સંબંધો પુન:સ્થાપિત થયા બાદ ઓછામાં ઓછા સાત મુસ્લિમ દેશો ઈઝરાઇલને માન્યતા આપશે. આ એક નવા પ્રકારનો શાંતિ કરાર હશે. ઈઝરાઇલના અખબાર ’જેરુસલેમ પોસ્ટ’ સાથે વાત કરતા કોહેને સ્વીકાર્યું કે સાઉદી અરેબિયા અને ઈઝરાઇલ વચ્ચે વાતચીત ચાલી રહી છે અને એવી કેટલીક બાબતો છે જે અત્યારે કહી શકાય તેમ નથી.
કોહેનનું આ નિવેદન ઘણી રીતે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ગયા અઠવાડિયે, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (ખઇજ) એ ફોક્સ ન્યૂઝ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે ઇઝરાઇલ સાથે વાતચીત પૂર્ણ થવાની ખૂબ નજીક છે. બાઇડન અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે શરૂૂઆતમાં સારા સંબંધો નહોતા, પરંતુ બંને નેતાઓ નવી દિલ્હીમાં ૠ-20 સમિટ દરમિયાન ઉષ્માભર્યા મળ્યા હતા. ગયા વર્ષે બંનેએ જેદ્દાહમાં હાથ મિલાવવાનું પણ ટાળ્યું હતું. આ તસવીર ગયા વર્ષની જ છે.
બાઇડન અને સાઉદી ક્રાઉન પ્રિન્સ વચ્ચે શરૂૂઆતમાં સારા સંબંધો નહોતા, પરંતુ બંને નેતાઓ નવી દિલ્હીમાં ૠ-20 સમિટ દરમિયાન ઉષ્માભર્યા મળ્યા હતા. ગયા વર્ષે બંનેએ જેદ્દાહમાં હાથ મિલાવવાનું પણ ટાળ્યું હતું. આ તસવીર ગયા વર્ષની જ છે. તાજેતરમાં ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુએન જનરલ એસેમ્બલીમાં ભાષણ આપ્યું હતું અને આ દરમિયાન તેમણે મધ્ય પૂર્વમાં શાંતિ કરારનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ પહેલા એમબીએસનું નિવેદન આવ્યું હતું અને હવે એલી કોહેનનું નિવેદન પડદા પાછળ ચાલી રહેલી કૂટનીતિ તરફ સ્પષ્ટ સંકેત આપે છે. જો કે હજુ સુધી અમેરિકાએ નવા વિકાસ પર કંઈ કહ્યું નથી.
ઈઝરાઇલના વિદેશ મંત્રીના મતે સાઉદી અરેબિયા સાથે શાંતિનો અર્થ છે શાંતિની પુન:સ્થાપના અને સમગ્ર મુસ્લિમ વિશ્ર્વ સાથે સારા સંબંધો. તેથી, જો સાઉદી અને ઇઝરાઇલ વચ્ચે શાંતિ પુન:સ્થાપિત થાય છે, તો તે સમગ્ર મુસ્લિમ વિશ્ર્વ સાથે સારા સંબંધો તરફનું સૌથી મહત્ત્વપૂર્ણ પગલું હશે અને સમગ્ર વિશ્ર્વને તેનો લાભ મળશે.
કોહેને કહ્યું- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન મધ્ય પૂર્વની સ્થિતિને સંપૂર્ણપણે બદલવા માગે છે. અમેરિકામાં પણ આ ચૂંટણીનું વર્ષ છે. ખુદ નેતન્યાહુએ પણ આ દિશામાં નિર્દેશ કર્યો છે. વાસ્તવમાં, સાઉદી અરેબિયા અત્યાર સુધી પેલેસ્ટાઈનના મુદ્દે ઈઝરાઇલનો સૌથી મોટો વિરોધી રહ્યો છે.