નાણામંત્રી સામે કોરોનાથી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં મજબૂતી લાવવા માટે અનેક પડકારો
શું બજેટમાં આવકવેરાના સ્લેબમાં ફેરફાર થશે? શું સ્ટાન્ડર્ડ ડિડકશન એક લાખ હશે? શું 80સીમાં વધુ મુકિત મળશે? જાણો આવા અસંખ્ય પ્રશ્ર્નો નોકરીયાત લોકોના મનમાં છે. તેવી જ રીતે ખેડૂતોના મનમાં પણ બજેટને લગતા અનેક પ્રશ્ર્નો છે. શું કિસાન સન્માન નિધિની રકમ વધશે? ખાતર, બિયારણ, પાક વીમો કે આવક વધારવા માટે બજેટમાં કોઈ નવી યોજના હશે? પરંતુ, આ પ્રશ્ર્નો અને જાહેર અપેક્ષાઓ વચ્ચે, સરકાર પાસે અન્ય પડકારો છે.
ખાસ-ખબર સંવાદદાતા
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કોરોનાથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે નાણામંત્રીની સામે નક્કર પગલાં ભરવાની જરૂર પડશે. આ વખતે બજેટમાં 7 મોટા પડકારો પર ફોકસ થઈ શકે છે.સ્થાનિક સ્તરે મોંઘવારી ચિંતાનો વિષય છે.
- Advertisement -
દેશમાં રિટેલ ફુગાવો ડિસેમ્બર 2021માં 5.59 ટકાના પાંચ મહિનાના ઉચ્ચ સ્તરે હતો. તે જ સમયે, છૂટક મોંઘવારી દર પણ 13.56 ટકા હતો. આર્થિક નિષ્ણાતોની સાથે સામાન્ય જનતા પણ મોંઘવારી ઘટાડવાની વાત કરી રહી છે. આવી સ્થિતિમાં નાણામંત્રી પર ફુગાવાને કાબૂમાં લેવા માટે પગલાં લેવાનું દબાણ રહેશે.કોરોના મહામારી પછી લોકોની નોકરીઓ છીનવાઈ જવાને કારણે દેશમાં આ સમયે બેરોજગારી એક મોટો મુદ્દો છે. નિષ્ણાતો અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે વધુને વધુ લોકોને રોજગાર સાથે જોડવાની સલાહ પણ આપી રહ્યા છે. ડિસેમ્બર 2021માં દેશમાં બેરોજગારીનો દર 7.91 ટકા હતો. આવી સ્થિતિમાં બજેટમાં રોજગારી વધારવાના ઉપાયો પર ફોકસ કરવામાં આવે તેવી શકયતા છે.
કોરોનાને કારણે સરકાર પર આર્થિક બોજ છે. સરકારી તિજોરી ખાલી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગયા બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ. 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ તેમાંથી અત્યાર સુધીમાં માત્ર રૂ. 12,029 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા વધુને વધુ નાણાં એકત્ર કરવા માટે સરકાર આવતા વર્ષે મોટી જાહેરાતો પણ કરી શકે છે.
ડોલર સામે રૂપિયો નબળો રહ્યો છે. આના પરિણામે આયાતના ઊંચા ખર્ચ અને વિદેશી મુદ્રા ભંડાર પર અસર થાય છે. સરકાર સતત રૂપિયાને મજબૂત કરવાની વાત કરી રહી છે, પરંતુ તેમાં ખાસ સફળતા મળતી દેખાતી નથી. આવી સ્થિતિમાં રૂપિયાને મજબૂત કરવા માટે આ વખતે કડક પગલાં લેવામાં આવી શકે છે.
- Advertisement -
સરકાર લાંબા સમયથી નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આમાં, વિવિધ ક્ષેત્રો માટે પ્રોડકશન લિંકડ ઇન્સેન્ટિવ (ઙકઈં) જેવી યોજનાઓ અગ્રણી છે. જોકે, અત્યાર સુધી નિકાસ વધારવામાં અપેક્ષિત સફળતા મળી નથી. એપ્રિલથી ડિસેમ્બર 2021 દરમિયાન, ઼443.82 બિલિયનની આયાત કરવામાં આવી છે જયારે નિકાસ માત્ર ઼301.38 બિલિયન રહી હતી. આવી સ્થિતિમાં વેપાર ખાધ ઘટાડવા માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. યુક્રેન-રશિયા તણાવ, માંગ-પુરવઠામાં તફાવત અને પુરવઠામાં વિક્ષેપને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ ઼90 આસપાસ રહે છે. પાંચ રાજયોમાં ચાલી રહેલી ચૂંટણીને કારણે સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહી નથી. જો ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે તો તેની સીધી અસર મોંઘવારી પર પડશે. આવી સ્થિતિમાં નાણામંત્રી સામે મોંઘા ક્રૂડ ઓઈલનો સામનો કરવાનો પણ પડકાર રહેશે. સરકાર વિવિધ ક્ષેત્રોમાં વિકાસ પર ધ્યાન આપી રહી છે. આ માટે પૈસાની જરૂર છે. વિદેશી રોકાણકારો વિકાસના કામો માટે વધુને વધુ નાણા એકત્ર કરવા માટે લાંબા સમયથી લાલચ આપી રહ્યા છે. આ માટે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અન્ય દેશોમાં પણ અભિયાન ચલાવી રહ્યા છે. વધુ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે નાણામંત્રી કર મુકિત સહિત અન્ય લાભોની પણ જાહેરાત કરી શકે છે.
વધુ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે નાણામંત્રી કર મુકિત સહિત અન્ય લાભોની પણ જાહેરાત કરી શકે છે.


