ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ ચેક કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી 6357300971 નંબર પર મેસેજ કરીને પોતાનું પરિણામ જાણી શકે છે.
- Advertisement -
મોરબી જિલ્લો ટોપ પર
પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ 6357300971 નંબર પર ફક્ત પોતાનો સીટ નંબર મોકલવાનો રહેશે. જે બાદ વિદ્યાર્થીઓને તેમનું પરિણામ વોટ્સએપ પર મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓને 3 દિવસ પછી સ્કૂલમાંથી માર્કશીટ મળશે. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો મોરબી જિલ્લો 83.22 ટકાના પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે છે, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો છે.
હળવદ કેન્દ્રનું 90.41% પરિણામ
કેન્દ્રની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું 90.41% આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ લીમખેડા કેન્દ્રનું 22% આવ્યું છે. રાજ્યમાં 27 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે. રાજ્યમાં 76 શાળાઓનું પરિણામ 10%થી ઓછું આવ્યું છે.
- Advertisement -
ગુજરાતી માધ્યમનું 65.32% પરિણામ
રાજ્યમાં 61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. તો રાજ્યમાં 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. અગ્રેજી માધ્યમનું 67.18% પરિણામ આવ્યું છે. ગુજરાતી માધ્યમનું 65.32% પરિણામ આવ્યું છે. A ગ્રુપના ઉમેદવારોનું 72.27% પરિણામ આવ્યું છે. જ્યારે B ગ્રુપના ઉમેદવારોનું 61.71% પરિણામ આવ્યું છે. AB ગ્રુપના ઉમેદવારોનું 58.62% પરિણામ આવ્યું છે.
61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
રાજ્યમાં પરીક્ષામાં કુલ 35 કોપીકેસ નોંધાયા છે. રાજ્યમાં 61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. જ્યારે 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 6188 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, 11,984 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, 19,135 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ, 24,185 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ, 8975 વિદ્યાર્થીઓને D ગ્રેડ, 115 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ મળ્યો છે.
ગુજકેટનું પણ પરિણામ જાહેર
– A ગ્રુપના 488 વિદ્યાર્થીઓને 99 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
– A ગ્રુપના 972 વિદ્યાર્થીઓને 98 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
– A ગ્રુપના 1954 વિદ્યાર્થીઓને 96 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
– A ગ્રુપના 2914 વિદ્યાર્થીઓને 94 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
– A ગ્રુપના 3873 વિદ્યાર્થીઓને 92 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
– A ગ્રુપના 4844 વિદ્યાર્થીઓને 90 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
– B ગ્રુપના 781 વિદ્યાર્થીઓને 99 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
– B ગ્રુપના 1579 વિદ્યાર્થીઓને 98 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
– B ગ્રુપના 3176 વિદ્યાર્થીઓને 96 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
– B ગ્રુપના 4722 વિદ્યાર્થીઓને 94 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
– B ગ્રુપના 6342 વિદ્યાર્થીઓને 92 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
– B ગ્રુપના 7967 વિદ્યાર્થીઓને 90 થી વધુ પર્સન્ટાઈલ રેન્ક