ખાસ-ખબર સંવાદદાતા
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાંરસિંહજી યુનિવર્સીટીની 59 બહેનો તથા 2 જીલ્લાની 02 બહેનો સહીત કુલ 61 જેટલી બહેનો એ તાલીમ લીધી હતી. જેમાં શિબિરના છેલ્લા દિવસના પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ દીપક જાની ચીફ ફાયર ઓફિસર જૂનાગઢ મહાનગરપાલિકા, કે.પી. રાજપુત પૂર્વ આચાર્ય સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા મા. આબુ, હારૂન વિહળ આચાર્ય વાલી-એ- સોરઠ હાઇસ્કુલ, ઈન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ ના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી ર્તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી માનદ ઇન્સ્ટ્રક્ટર અમી પટેલ એ આપી હતી. કાર્યક્રમનું સંચાલન બારૈયા ભૂમિકા અને મેર ઉર્મિલા એ કર્યું. શિબિરાર્થીઓ બારૈયા નેહલ, જાદવ દિવ્યા અને ઝીનઝાળા સાવિત્રી દ્વારા કેમ્પ ના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર મીલાપ સોની એ કરી હતી. આ શિબિર માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી ના કુલપતિ ડો. એમ એમ ત્રિવેદી તથા શારીરિક શિક્ષણ નિયામક દિલીપ સિંહ ના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.
કૃષ્ણકુમારસિંહજી યુનિ.ની 61 બહેનોએ સાહસિક ખડક ચઢાણની તાલીમ પૂર્ણ કરી
