ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. 1થી તા. 12 દરમિયાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા રેંકડી-કેબિન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલુ, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી જે દરમિયાન કુલ 60 રેંકડી-કેબિનો અને 981 બોર્ડ બેનરો જપ્ત કરવામાં આવ્યા છે અને તા. 12ના રોજ ગેરકાયદેસર લગાવેલ બોર્ડ-બેનર બદલ રૂા. 45000ની પેનલ્ટી વસુલવામાં આવી હતી.
મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી, ગુંદાવાડી, જયુબેલી માર્કેટ, બજરંગવાડી, જામનગર રોડ, અશોક ગાર્ડન, બુધવારી, ગાયત્રીનગર મેઈન રોડ, આહીર ચોક પાસેથી રસ્તા પર નડતરરૂપ 60 રેંકડી- કેબિનો જપ્ત કરવામાં આવી હતી.
જ્યોતિનગર, નાણાંવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મોવા મેઈન રોડ, આનંદ બંગલા ચોક, ખાદી ભવન સામે, અટિકા, રવિરત્નપાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયત્રીનગર, હોસ્પિટલ ચોક, ગરુડ ગરબી ચોક પરથી જુદી જુદી અન્ય 123 પરચુરણ ચીજવસ્તુઓ અને વેસ્ટ ઝોન, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રીંગ રોડ, લક્ષ્મીનગર નાલા પાસેથી 2406 કિલો શાકભાજી- ફળ જપ્ત કરવામાં આવ્યા હતા સાથે જ કાલાવડ રોડ, યુનિ.. રોડ, સ્પિડવેલ ચોક સુધી, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રીંગ રોડ, સંત કબીર રોડ, પાસેથી 981 બોર્ડ બેનર જપ્ત કરવામાં આવ્યા હતા. આમ કુલ 60 રેંકડી- કેબિન, 123 પરચુરણ માલસામાન, 2406 કિ.ગ્રા. શાકભાજી ફળ અને 981 બોર્ડ બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. 12ના રોજ પરમિશન વગર ગેરકાયદેસર બોર્ડ-બેનર લગાડેલા હોય જેની પેનલ્ટી રૂા. 45000 વસુલ કરવામાં આવી અને તમામ બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હતા.
દબાણ હટાવ શાખા દ્વારા રસ્તાઓ પર નડતરરૂપ 60 રેંકડી, કેબિન અને 981 બેનરો જપ્ત કરાયા



