રાજકોટ શહેરમાં સફાઈ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતાં આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઈ દંડ વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત તા. 4નાં રોજ 8 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવ્યો છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1207 લોકેશન ચેક કરવામાં આવ્યા હતા જે અંતર્ગત કુલ 248 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જે દરમ્યાન એક સફાઈ કામદારને કચરો રોડ પર સળગાવતા ઝ્ડપી લીધો હતો અને તેની પાસેથી દંડ લેવામાં આવ્યો હતો અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં ફરિયાદનું નિવારણ કરવામાં આવ્યું છે.