ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાના વિવિધ ડેમની સ્થિતિ જોઈએ તો વાંકાનેરની જીવાદોરી સમાન અને જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ 1 ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમ ઓવરફ્લો થયો છે જયારે ટંકારાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી 2 ડેમ 36.75 ફૂટ ભરાઈ જતા તેનો એક દરવાજો 0.15 મીટર ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબીના જીકીયારી પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ પણ 33.79 ફૂટની ઉંડાઈ સાથે 100 ટકા ભરાઈ ગયો છે તેમજ ટંકારાનો બંગાવડી ડેમ પણ 18.82 ફૂટ સાથે 100 ટકા ભરાયો છે જયારે મોરબીના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ 3 ડેમ 35.35 ટકા સાથે 100 ટકા ભરાઈ જતા એક દરવાજો 0.15 મીટર ખોલી પાણી છોડવામાં આવ્યું હતું અને ડેમી 3 ડેમ 29.20 ફૂટની સપાટી સાથે 100 ટકા ભરાઈ જતા એક દરવાજો 0.15 મીટર ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબીની જીવાદોરી સમાન અને જોધપર નદી ગામ પાસે આવેલ મચ્છુ 2 ડેમ હાલ 90.01 ટકા ભરાઈ ચુક્યો છે અને 800 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.
મોરબીના 10માંથી 6 ડેમ ઓવરફલો, મચ્છુ 2 ડેમ 90 ટકા ભરાયો
