નફામાં 5 ટકા ભાગ આપીશ કહી ઘર ઉપર લોન લેવડાવી મિત્ર ઘર મૂકી નાસી છૂટ્યો
દૂધના વેપારીએ તાલુકા પોલીસ સ્ટેશમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર સનસાઈન સિટીમાં રહેતા અને દૂધનો વેપાર કરતા અશ્વીનભાઇ વશરામભાઈ પાઘડાળ ઉ.46એ 60 લાખની છેતરપિંડી અંગે રોહન કરશનભાઇ વેકરીયા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી આશરે પાંચેક વર્ષ પહેલા મારે આંબેડકરનગરની સામેના ભાગે આસ્થા રેસીડેન્સી બહાર બેઠક હતી ત્યારે આસ્થા ઓગષ્ટ રેસીડેન્સીમાં રોહન વેકરીયા રહેતો હોય અને તે પણ બેસવા માટે આવતો હોય જેથી મારી ઓળખાણ થઇ હતી અને અવાર નવાર ભેગા થતા જેથી અમો મિત્રો બન્યા હતા અને 2023માં હુ આસ્થા રેસીડેન્સી બહાર બેઠો હતો ત્યારે રોહન મારી પાસે આવ્યો હતો અને મને વાત કરી કે શાપરમાં મે એક પ્લાસ્ટીકના દાણા બનાવવાનુ મશીન મુકેલ છે તમે તેમાં પૈસા રોકો હુ તમને જે નફો થાય તેમાંથી પાંચ ટકા લેખે ભાગ આપીશ અને રોહનએ મને કહેલ કે મારે જ્યારે પૈસા જોઇશે ત્યારે તમારી પાસે માંગુ ત્યારે આપજો તેમ વાત કરતા મે કહેલ કે હાલ મારી પાસે આટલા બધા પૈસા નથી પણ મારી પાસે એક મકાન છે જેથી રોહને કહેલ કે તમે મકાન ઉપર લોન લઇ લો અને જે પૈસા આવે તે મને આપો તમારા મકાનનો હપ્તો હુ ભરીશ તેમ વાત કરતા મે મારા મકાન ઉપ2 45 લાખની લોન લીધી હતી અને તા.15 મેં 2023ના રોજ હુ મારા ઘરે હાજર હતો ત્યારે રોહનનો ફોન આવેલો અને વાત કરેલ કે મને 5 લાખ આપી જાવ જેથી મારા ઘરે દુધના રોકડા પડેલ હોય જેથી 5 લાખ આપ્યા હતા અને મારી લોન મંજુર થતા તા.2 જૂન 2023ના રોજ મારા ખાતામાં 33,29,541 રૂપિયા આવ્યા હતા અને મે મારા મિત્ર રોહનને વાત કરી કે મારી લોન મંજુર થઇ છે જેથી આ રોહને મને કહેલ કે હુ તમને મારા બેંકની ડીટેઇલ મોકલુ છુ તમે તેમાં પૈસા જમા કરાવી દેજો જેથી તા.3 જૂન 2023ના રોજ રોહનએ તેના બેંક ઓફ બરોડાના ખાતા નંબર આપ્યા હતા અને તેમાં મે તે જ દિવસે 10 લાખ જમા કરાવ્યા હતા બાદ તા.23 જૂન 2023ના રોજ ફરીથી રોહનના ખાતામાં 5 લાખ જમા કરાવ્યા હતા અને તે જ દિવસે રોહને મારા ખાતામાં 5 લાખ જમા કરાવ્યા હતા બાદ તા.30 જુન 2023ના રોજ ફરીથી રોહનના ખાતામાં 5 લાખ જમા કરાવ્યા હતા બાદ તા.11 જુલાઈ 2023ના રોજ બેંકે મારા ખાતામાં લોનના બાકી 11,09,847 જમા કરાવ્યા હતા અને તા.14 ઓગષ્ટ 2023ના રોજ આ રોહને મારા ખાતામાં 4 લાખ જમા કરાવ્યા હતા બાદ તા. 19 ઓગષ્ટ 2023ના રોજ રોહનના ખાતામાં 10 લાખ જમા કરાવ્યા હતા બાદ તા.31 ઓગષ્ટના રોજ રોહનના ખાતામાં 13 લાખ જમા કરાવ્યા હતા બાદ રોહનએ 15 લાખ મારા ખાતામાં જમા કરાવ્યા હતા બાદ તા.5 સપ્ટેમ્બર 2023ના રોજ મે રોહનના ખાતામાં 10 લાખ જમા કરાવ્યા હતા બાદ રોહને મારા ખાતામાં બે લાખ જમા કરાવ્યા હતા પછી આ રોહને 16 લાખ ખાતામાં જમા કરાવ્યા હતા મારે આ રોહન પાસેથી 6 લાખ લેવાના નીકળે છે આ બાબતે મે રોહનને અવાર નવાર ફોન કરી મારા રૂપિયા પરત માંગતા આપતો ન હોય અને રોહનના ઘરે તપાસ કરતા આ રોહન ઘર મુકી ભાગી ગયો હોવાનું જાણવા મળતા અંતે ફરિયાદ નોંધાવી હતી.



