ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
માણાવદર તાલુકાના સરદારગઢ તથા ઉટડી ગામની સીમમાંથી 15 મણ જીરૂના પાકની થયેલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં માણાવદર પોલીસે 6 ઇસમોને ઝડપી રૂા.75,510ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ ગત તા.9ના રોજ સરદારગઢ વાડી વિસ્તારમાં જીરૂ ભરેલ છ મણના કોથડાની ચોરી થઇ હતી. તેમજ તા.17ના ઉંટડી ગામે વાડી વિસ્તારમાંથી 9 મણ જીરૂની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. આ ચોરી મામલે પોલીસે સીદીકભાઇ અબ્દુલભાઇ જુણેજા, અનવર ઉર્ફે અનુડો કરીમ જુણેજા, અકબર ગનીભાઇ, સલીમ અલારખા મોરી, ઇકબાલ હાસમ લાડક, યાકુબ હુશેન લાડક તમામ રહે. સાંતલપુર ધારના આ ઇસમો પાસેથી પોલીસે જીરૂ તેમજ જીરૂના કોથડા સાથે કુલ રૂા.75,510 મુદામાલ સાથે ઝડપી જીરૂ ચોરી કરનાર ઇસમો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.