રાજ્યના ટોપ 20 બુટલેગરની પોલીસને પડકારતી ઓડીયો ક્લિપ વાઇરલ
ધીરેન કારીયાની 1.82 કરોડની મિલ્કત જપ્ત થતા ધુંવાફુંવા
- Advertisement -
રાજ્યમાં પહેલો બનાવ બુટેલગરની મિલકત જપ્તિનો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગુજરાત રાજ્યના ટોપ 20 બુટલેગર ધીરેન કારિયા સામે રાજ્યના અનેક જિલ્લામાં કુલ 58 ગુનાહ નોંધાયા છે જેમાં વધુ પડતા પ્રોહિબિશનના નોંધાયા છે જેમાં અંદાજિત 5 થી 6 કરોડની પ્રોહીની ફરિયાદ છે પોલીસ ચોપડે ફરાર ધીરેન કારીયા કોર્ટમાં હાજર નહિ થતા કોર્ટના હુકમ બાદ તેની 1.82 કરોડની મિલ્કત જપ્ત થતા ધીરેન કારિયા ધુંવાફુંવા થયો છે અને પોલીસને પડકારતી ઓડીઓ કલીપ વાયરલ થતા શહેરમાં ચર્ચા જાગી છે.
રાજ્યના ટોપ 20 બુટલેગર ધીરેન કારિયા વિરુદ્ધ રાજ્યના જૂનાગઢ, રાજકોટ, મોરબી, અમરેલી, કચ્છ પૂર્વ અને દેવ ભૂમિ દ્વારકામાં પ્રોહીબિશન અને મારામારીના ગુનાહ નોંધાયા છે જેમાં કુલ અંદાજિત 5 થી 6 કરોડ ની ફરિયાદ નોંધાય છે પોલીસ થી ફરાર રેહતો ધીરેન કારિયા સામે પોલીસે કડકાઈ થી કામગીરી શરુ કરતા મિલ્કત જપ્ત કરવામાં આવતા બુટલેગર ધીરેન કારિયા ધુંવાફુંવા થતા એક ઓડિયો કલીપ વાયરલ કરીને પોલીસ સામે પડકાર ફેંક્યો છે.
સોશિયલ મિડીયામાં એક ઓડીયો કલીપ વાયરલ થયો છે આ કથિત ઓડીયોમાં બુટલેગર ધિરેન કારીયાએ કોઇ પોલીસને ફોન કરી ધમકાવતા હોય તેવું સાંભળવા મળે છે જો કે, આ ઓડીયો કલીપમાં અન્ય કોઇ વ્યક્તિનો અવાજ સામે નથી આવતો જેમાં ધીરેન કારીયા દ્વારા ખુલ્લી ચેતવણી આપુ છુ કે, આપ સાહેબે જે કર્યુ તે ગેરકાયદેસર છે. તમને ખબર છે કે મારી હાઇકોર્ટમાં મેટર પેન્ડીંગ છે. છતાં આપે કાર્યવાહી કરી ? મારૂ ઘર શીલ કર્યુ મારા ઘરવાળાને કાઢી મુકયા આ તદન ખોટુ કર્યુ છે. જૂનાગઢમાં એક દેશી દારૂનો ધંધો હલાવી લેજો હવે. આજથી હું જૂનાગઢ પોલીસનો દુશ્મન જિલ્લામાં એક દેશી દારૂનો ધંધો તપાસમાં વહિવટ કરી લેજો જિલ્લામાં તમે શું કરો છો ? તેની પણ અરજી અને અહેવાલ થશે હું પણ ગુનેગાર છું સારો માણસ નથી. પરંતુ અત્યાર સુધી હું પોલીસને મારી સમજતો હતો તમે ખોટી રીતે મારા ઘર સુધી પહોંચી ગયા ખોટી રીતે ફરાર જાહેર કર્યો. એક મિલ્કત જાય, રહે કે પાંચ મિલ્કત જતી રહે મને કંઇ ફેર નથી પડતો હું કોર્ટમાંથી છોડાવી લઇશ. જેમાં અનેક અધિકારીના નામનો ઉલ્લેખ કરી પોલીસને પડકારતો હોય તેવો કથિત ઓડીયો કલીપ વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.