પ્રભાતફેરી, શોભાયાત્રા, સમૂહ પ્રસાદ, કીર્તન અને દીપમાળા સહિતના કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.6
વેરાવળમાં 556મી ગુરૂનાનક જયંતીની ભક્તિમય વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.વહેલી સવારે 5:30 કલાકે ગુરૂ ગોવિંદસિંઘ ગુરૂદ્વારાથી સ્વામી શાંતિ પ્રકાશ હોલ સુધી પ્રભાત ફેરી, કીર્તન સમાગમ, ત્યારબાદ 11:30 કલાકે ભોગ સાહેબ, બપોરે 1:30 કલાકે સમૂહ લંગર પ્રસાદ, બપોરે 4 કલાકે શોભાયાત્રા નીકળી હતી.જે શહેરના લીલાશાહ નગર, અંબાજી મંદિર રોડ, ગુરૂ ગોવિંદસિંઘ ગુરૂદ્વારા, બજરંગ સોસાયટી, 80 ફૂટ રોડ, 60 ફૂટ રોડ થઈ, ગુરૂનાનક ચોક, બિહારીનગર થઈ કરમચંદ બાપા ચોક સહિતના રાજમાર્ગો પરથી પસાર થતા વિવિધ જગ્યાઓએ સ્વાગત અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ ઉપરાંત રાત્રે 11 કલાકે ગુરૂ ગ્રંથ સાહેબની સવારી સાથે ભવ્ય દીપમાલા સાથે વિશેષ નગરકીર્તન, રાત્રે 12 કલાકે સ્વામી શાંતિપ્રકાશ હોલ ખાતે 15 દિવસ દરમિયાન યોજાયેલ સ્પર્ધાઓનું ઇનામ વિતરણ સાથે વિવિધ સ્પર્ધાઓ, રાત્રે 1:20 કલાકે જયજયકાર સાથે ગુરૂનાનક દેવના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સિંધી સમાજ સહિત ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.આ સિવાય વિવિધ રાજકીય અને બિનરાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ શોભાયાત્રામાં જોડાયા હતા. ગુરૂનાનક કીર્તન મંડળી દ્વારા સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા માટે જહેમત ઉઠવામાં આવી હતી. આ સિવાય દરેક ગુરુદ્વારા ખાતે પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.
સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાન વિશે અભદ્ર ટિપ્પણી કરનાર અમિત બઘેલ નો વિરોધ કરવામાં આવ્યો
તાજેતરમાં છાતીસગઢના જેસીપી અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાન વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેનો પણ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં તેની વિરૂધ્ધમાં આવેદન પત્ર આપી વિરોધ વ્યક્ત કરવામાં આવશે.
પ્રભાત ફેરી યોજાઇ: પ્રભાસ પાટણમાં પણ સિંધી સમાજ દ્વારા સવારે 5 કલાકે સિંધી સોસાયટી બાયપાસ ખાતે થી પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું જે વેણેસ્વર સોસાયટી, રામરાખ ચોક, મેઈન બજાર, દરજીવાડા થઈ ચોગાન ચોક ખાતે પૂર્ણાહુતિ થઈ હતી, ત્યારબાદ 11 કલાકે ભોગ સાહેબ, બપોરે સમૂહ ભંડારો, રાત્રે 1:20 કલાકે જયજયકાર સાથે ગુરૂનાનક દેવ જી નાં અવતાર દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.



