ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરના માર્કેટીંગ યાર્ડના હોલ ખાતે નાગરિક સહકારી બેન્કની 53 મી વાર્ષિક સાધારણ સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સભામાં પધારેલા મહેમાનોનુ સન્માન કરવામા આવેલ.
- Advertisement -
અને વાર્ષિક સાધારણ સભામાં નાગરિક સહકારી બેન્કના મેનેજર જીગ્નેશભાઈ જોષી દ્વારા નાગરિક બેંકનું શેર ભંડોળ, કુલ થાપણો, કુલ ધીરાણ, ચાલુ સાલના નફા, બેન્કના ઠરાવો તેમજ વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતાં. આ સાધારણ સભામાં નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો તેમજ સભાસદો, બેંકના કર્મચારીઓ, વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિક બેન્કની કામગીરીને બિરદાવી હતી. આ સાધારણ સભા બેન્કના પ્રમુખ મહેન્દ્રભાઇ ધાખડાના અધ્યક્ષ સ્થાને યોજવાભા આવી હતી. આ તકે દિનેશભાઇ પારેખ, પૂર્વ બેન્ક પ્રમુખ બાબમામા કોટીલા, સંજયભાઇ ધાખડા, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઇ ડોબરીયા, વિરભદ્રભાઇ ડાભીયા, બકુલભાઇ વોરા, મનુભાઇ ધાખડા, સરપંચ એસોસિએશન પ્રમુખ મનુભાઇ જે.ધાખડા, રવુભાઇ ખુમાણ, ભાનુદાદા રાજગોર, બીપીનભાઇ લહેરી, સમીરભાઇ કનોજીયા તેમજ વેપારી અગ્રણીઓ સહિત નાગરિક સહકારી બેન્કના સભ્યો હાજર રહ્યાં હતાં.