એ દ્રશ્યો હજુ ભુલાયા નથી કે આઈએસઆઈએસના ત્રાસવાદી પશ્ર્ચીમી દેશના કોઈ ડિપ્લોમેટ- કે પછી પત્રકારને નારંગી રંગના કપડા પહેરાવી પછી તેની ધારદાર હથિયારથી ગળું કાપીને મોતની સજા આપતા હોય, પણ હવે તો સાઉદી અરેબીયાની ઈરાન જેવા દેશમાં પણ અપરાધીને જાહેરમાં ફાયરીંગ સ્કવોડ સમક્ષ ઉભા રાખીને પછી ફાંસીને માચડે ચડાવી દેવાની ઘટના વધવા લાગી છે.
ઈસ્લામીક અને થોડા ઘણા અંશે તાલીબાની શાસન પદ્ધતિ ધરાવતા આ દેશો સહિત દુનિયામાં મોતની સજામાં 53% જેટલો વધારો થયો છે.
- Advertisement -
એમનેસ્ટી ઈન્ટરનેશનલ સંગઠને તેના આર્થિક રિપોર્ટમાં જણાવ્યું છે કે સૌથી વધુ મોતની સજા ઈન્ડોનેશીયામાં અપાઈ છે. આ પ્રકારની સજા કુવૈત, મ્યાનમાર તથા પેલેસ્ટાઈન ઉપરાંત સિંગાપોર તથા અમેરિકા જેવા વિકસીત દેશોમાં પણ વધ્યા છે. વિશ્વના 20 દેશોમાં કુલ 883 લોકોને મોતની સજા આપવામાં આવી હતી જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. એશિયાઈ બાંગ્લાદેશમાં 169 ભારતમાં 165 અને પાકમાં 127 લોકોને પોતાની સજા અપાઈ હતી.