કેટલાક શ્રદ્ધાળુઓ માટે ગંગા દશેરા પર્વ મૃત્યુનું સ્નાન બન્યું
અન્ય દુર્ઘટનાઓમાં 12 શ્રદ્ધાળુના જીવ ગયા
- Advertisement -
બિહાર, ઉતરાખંડ અને ઉતરપ્રદેશમાં ગઈકાલે રવિવારે ગંગા દશેરા ઉત્સવ નદીમાં ડૂબકી લગાવવા દરમિયાન કુલ 52 લોકોના મોત થયા હતા, જયારે અન્ય દુર્ઘટનાઓમાં 12 લોકોને જીવ ગુમાવવા પડયા હતા.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે ગંગા દશેરાના પવિત્ર તહેવારો દરમિયાન બિહાર, ઉતરાખંડ અને ઉતરપ્રદેશમાં ગંગા નદીના તટ્ટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા.
ગંગા નદી સહિત અન્ય નદીઓમાં પણ ગંગા દશેરા પર્વે શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. આ પર્વ દરમિયાન ડૂબી જવાથી કુલ 52 જેટલા શ્રદ્ધાળુઓના મૃત્યુ થયાના અહેવાલ છે, જયારે આ સ્થળોએ અન્ય દુર્ઘટનામાં 12 લોકોએ જીવ ગુમાવવો પડયો હતો.