ઈરાનથી વાયા દુબઈ થઈ ક્ધટેનર આવ્યું હતું
નાર્કોટીક્સની તપાસ માટે સેમ્પલ મોકલાયા
- Advertisement -
DRI દ્વારા મોડી રાત સુધી ચાલી તપાસ
ખાસ-ખબર સંવાદદાતા
મુંદ્રા પોર્ટ પર ગત રોજ ઇમ્પોર્ટ થયેલા એક ક્ધટેનરને રોકીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુત્રોએ જણાવ્યું કે તેમાં ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો છે, હજી પણ ક્ધટેનરના તમામ જથ્થાની તપાસ ચાલી રહી છે તેમજ તેના સેમ્પલ નાર્કોટીક્સ તપાસ માટે મોકલાયા છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ગત રોજ મુંદ્રા પોર્ટ પર આવેલા એક ક્ધટેનરને રોકાવીને તપાસ ચલાવી હતી. સુત્રોએ જણાવ્યું કે મીઠુ હોવાનું ડિક્લેરેશન ધરાવતું આ ક્ધસાઇમેન્ટ ઈરાનથી વાયા દુબઈ થઈને મુંદ્રા પહોંચ્યું હતું.
જેમાં રહેલા દરેક જથ્થાને બહાર કાઢીને મોડી રાત સુધી તપાસ કરવામાં આવી રહી છે, અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર 50 કિલો જેટલો સિન્થેટીક ડ્રગ્સ નો જથ્થો ઝડપી પડાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તે ખરેખર હેરોઈન છે કે અન્ય કોઇ ડ્રગ તે તપાસ પુર્ણ થયા અને રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.