ઇમરજન્સીના કાળા દિવસને યાદ કરી લોકશાહી માટે કરાયેલા બલિદાનોને શ્રદ્ધાંજલિ અપાઇ
ખાસ-ખબર ન્યૂઝ બોટાદ
- Advertisement -
બોટાદના આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે 25 જૂન, 2025ના રોજ સંવિધાન હત્યા દિવસ તરીકે ઓળખાતી ઈમરજન્સીની 50મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. 1975ના આ દિવસે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં કટોકટી લાદવામાં આવી હતી, જેને લોકશાહી પરના કાળા ધબ્બા તરીકે જોવામાં આવે છે. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે સંસદસભ્ય રામભાઈ મોકરીયાએ કટોકટીની પૃષ્ઠભૂમિ વિસ્તૃત રીતે સમજાવી. તેમણે કહ્યું કે 1975માં લાગેલી કટોકટી માત્ર રાજકીય નિર્ણય નહોતો, પણ એ સંવિધાન, નાગરિક સ્વાતંત્ર્ય અને મૌલિક હકો પર સીધો હુમલો હતો. દબાણ હેઠળ મીડિયા, બંધ થયેલી છાપાંની છૂટ, અને વિપક્ષના નેતાઓની ધરપકડ – બધું એક ભયાનક સમયકાળનું પ્રતિબિંબ છે.
તેમણે એ પણ ઉમેર્યું કે એવા સમયમાં યુવાનો, વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓએ મોટો સંઘર્ષ કર્યો હતો. લોકશાહી માટેના તેમના બલિદાનોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવી એ આપણું નૈતિક ફરજ છે. આ ઉજવણીમાં જિલ્લામાંના અનેક આગેવાનો અને નાગરિકોએ હાજરી આપી. સૌએ એક મતથી જણાવ્યું કે ભારતને આજે મળેલી લોકશાહી સરળતાથી પ્રાપ્ત નથી થઈ, તેમાં ઘણાં શહીદોનાં ખૂન, આંદોલન અને આત્મવિશ્વાસનો ફાળો છે. અંતે ઉપસ્થિત લોકોએ લોકશાહીને વધુ મજબૂત બનાવવા અને ભવિષ્યમાં કટોકતી જેવાં પ્રયાસો ન થાય તે માટે જાગૃતિ અને એકતાનો સંકલ્પ લીધો. કાર્યક્રમ ઉદ્દઘાટનથી અંત સુધી ખુબ જ ભાવનાત્મક અને ઉદ્દીપક રહ્યો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, અઙખઈ ચેરમેન મનહરભાઈ માતરિયા, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન બારૈયા, ભાજપ મહામંત્રી રસિકભાઈ ભુંગાણી, યુવા મોરચા પ્રમુખ જિગ્નેશ બોળિયા તથા અન્ય આગેવાનોએ હાજરી આપી હતી.