યુક્રેને સૌથી મોટો મિસાઈલ હુમલો કર્યો, રશિયા ભડક્યું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
- Advertisement -
રશિયાના પક્ષિમી કુસ્ર્ક વિસ્તારમાં કીવ દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં 500 ઉત્તર કોરિયન સૈનિકના મોત થયા. મીડિયા અહેવાલ અનુસાર, કુસ્ર્ક વિસ્તારમાં સ્ટાર્મ શૈડો મિસાઈલ દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે ઉત્તર કોરિયાએ રશિયામાં 10 હજારથી વધુ સૈનિકો મોકલ્યાં. આ મહિનાની શરૂઆતમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ કહ્યું હતું કે, કુસ્ર્કમાં યુદ્ધમાં શામિલ ઉત્તર કોરિયન સૈનિકોને જાનહાનિ થઈ હતી.
મીડિયા અહેવાલ અનુસાર, રશિયાએ કુસ્ર્ક વિસ્તારમાં સૈનિકોની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે, જે યુક્રેનની સેનાને પાછળ ધકેલવામાં સફળ પણ થઈ રહી છે. જેમાં યુક્રેને કુર્સ્કના વિસ્તારોમાં કબજો કરેલો 40 ટકાથી વધુ ભાગ ખોઈ દીધો. ઓગસ્ટના હુમલા પછી લગભગ 1376 વર્ગ કિલોમીટર પર યુક્રેનની સેનાએ નિયંત્રણ કર્યુ. જ્યારે હવે લગભગ 800 વર્ગ કિલોમીટર વધ્યું છે.
કુર્સ્ક હુમલામાં કીવનો ઉદ્દેશ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ યુક્રેનમાં રશિયન હુમલાને રોકવાનો હતો. જેમાં શરૂઆતમાં લાભ પણ જોવા મળ્યો, પરંતુ હવે રશિયન સેના યુક્રેનના પૂર્વ ડોનેટ્સ્ટમાં આગળ વધી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ કહ્યું કે, એમનું માનવું હતું કે આખા ડોનવાસ ઉપર કબજો કરવાનો રશિયન રાષ્ટ્રપતિનો મુખ્ય ઉદ્દેશ્ય હતો, જેમાં ડોનેટ્સ્ક અને લુહાન્સ્ક વિસ્તાર પણ સામિલ છે. જ્યારે અમને કુર્સ્ક વિસ્તારમાંથી બહાર નીકાળવાની પુતિન માટે સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે. તેઓ અમને 20 જાન્યુઆરી સુધીમાં આ વિસ્તારમાંથી બહાર કાઢવા માગે છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિના શપથ લેશે.
- Advertisement -
યુક્રેને ડ્રોન વડે કીવ પર હુમલો કર્યો. યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે કીવ વિસ્તારને નિશાનો બનાવવાનો પ્રયાસ કરનારા 10 ડ્રોનનો નાશ કર્યો. યુક્રેને દાવો કર્યો છે કે, તેણે રાતોરાત 73 ડ્રોન તોડી પાડ્યા છે. હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. યુક્રેને કુસ્ર્ક વિસ્તારમાં પણ ડ્રોનથી હુમલો કર્યો છે. રશિયાએ આમાંથી 27 ડ્રોન તોડી પાડ્યા છે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક હજાર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, સત્તામાં આવ્યા બાદ તેઓ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને રોકશે.
હવે આખી દુનિયાની નજર આના પર છે.