લાઈટ એન્ડ સાઉન્ડ શો અને વિદેશી પર્યટકની ટિકિટ નિયત મુજબ રેહશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાને મુખ્યમંત્રી હસ્તે તા.28 ના રોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ચાર દિવસ 2 જી ઓકટોબર સુધી નિ:શુલ્ક રાખવાની જાહેરાત થતા 50 હજારથી વધુ લોકો ઉમટી પડયા હતા તેનું કારણ હતું કે ટિકિટ ના દર ઊંચા હોવાને કારણે ફ્રી માં ઉપરકોટ જોવા મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતા અને અફરાતરફી મચતાં અંતે તંત્ર દ્વારા ઉપરકોટ બંધ કરી દેવાયો હતો. કિલ્લાની ટિકિટ ભાવ વધારે હોવાના કારણે સ્થાનિક આગેવાન અને ધારાસભ્યને ટિકિટ દર ઊંચા લાગતા સંજયભાઈ કોરાડોયાએ પ્રવાસન મંત્રીને પત્ર લખી ટિકિટ દર ઓછા કરવા રજૂઆત કરી હતી તેને ધ્યાને લઈને આજ થી કિલ્લો ખુલી રહ્યો છે ત્યારે ટિકિટ દરમાં 50% નો ઘટાડો કરવામાં આવ્યો છે જેમાં જૂનાગઢ માં રહેતા સ્થાનિક લોકો માટે 12 વર્ષથી ઉપરના માટે રૂ.50 અને 12 વર્ષથી નીચેના માટે 25 રાખવાનો નિર્ણય કર્યો છે તેની સાથે વિદેશી પર્યટક અને લાઈટ એન્ડ સાઉન્ડ શો ના ભાવ નિયત કરેલ મુજબ રેહશે તેમ જણાવ્યું છે.
- Advertisement -
તેની સાથે સવાણી હેરિટેઈઝ કંઝર્વેટીવ પ્રા.લી.ના જનરલ મેનેજર રાજેશ તોતલાણી વધુ જણાવ્યું હતું કે કિલ્લાની ટિકિટ શહેરમાં આવેલ મહાબત મકબરા,એન્ટિક કોઈન મ્યુઝિયમ મજેવડી દરવાજા,સરદાર આર્ટ ગેલેરી સ્થળેથી પણ કિલ્લાની ટિકિટ મળી શકે તેવી પ્રવસીઓ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેની સાથે આગામી દિવસોમાં ગેમ ઝોન સહીત અનેક રમત ગમત સાધનો થી સજ્જ થશે.