જૂનાગઢ રેન્જ સાઇબર સેલે સાઇબર ફ્રોડ ગેંગને ઝડપી પાડી
જૂનાગઢ જિલ્લા ગેંગના 8 સભ્યોમાં મહિલા પણ ઝડપાઇ
- Advertisement -
અમદાવાદના બે સુત્રધારે જૂનાગઢમાં એજન્ટો રાખ્યા હતા
જૂનાગઢમાં 200 એકાઉન્ટની સંડોવણી સામે આવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
દેશ અને દુનિયા જે રીતે ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર ઝડપભેર દોડી રહી છે.એજ ઝડપભેર નાગરિકો બેંક ફોર્ડના શિકાર બનવાના બનાવ સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ રહી છે.ત્યારે જૂનાગઢ રેન્જ આઈજીપી નીલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ રેન્જ સાઇબર સેલના પીઆઇ સી.વી.નાયક અને તેમની સાઇબર ટીમ દ્વારા આંતરરાજ્ય બેંક સાઇબર ફ્રોડ ગેંગના સભ્યોને ઝડપી લેવામાં સફળતા મળી છે ઝડપાયેલ તમામ જૂનાગઢ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે જેમાં એક મહિલા પણ ઝપટે ચડી છે.આ ગેંગ પાસેથી પોલીસે કુલ 200 એકાઉન્ટની સંડોવણી સામે આવી છે.અને કુલ રૂ..50,00,32,366નો બેંક ફ્રોડ કર્યાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં આંતરરાજ્ય સાયબર ક્રિમીનલ ગેંગને ઝડપી લેવામાં આવી છે, અમદાવાદના બે સુત્રધાર સહિત, લોકલ મહિલા એજન્ટ સહિત 8 શખ્સોની પોલીસે ધરપકડ કરી તપાસ કરતા આ ગેંગ બેંક એકાઉન્ટમાં ફ્રોડના નાણા જમા કરાવી તેને આંગડીયા, હવાલા મારફતે દેશના અલગ-અલગ રાજ્યમાં નાણાની હેરાફેરી કરતા હોવાનું અને પ0 કરોડના નાણાકીય વ્યવહારો થયા હોવાનું સામે આવ્યુ છે. રેંજ સાઇબર સેલને મળેલી હકીકતના આધારે જૂનાગઢ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ સહિતના જિલ્લામાં એક ગેંગ સક્રીય છે. જેઓ બેંકના ખાતા ધારકોનો સમ્પર્ક કરી ભારતમાં સાયબર ફોડ કરી તે ફ્રોડના નાણા બેંકના એકાઉન્ટમાં જમા કરાવતા બાદમાં કમીશન એજન્ટો મારફતે બેંકના ખાતેદારને અમુક કમિશન આપીને તે ફ્રોડની રકમ ઉપાડી લેતા અને દેશના અલગ-અલગ રાજ્યોમાં આંગડીયા મારફતે અથવા હવાલા મારફતે મોકલાતા હતા. આમ ખાતેદારના બેંક એકાઉન્ટનો મિસયુઝ કરીને આખુયે સાયબર ફ્રોડનું અલગ નેટવર્ક ચાલતુ હતુ. તેના ઉપર જૂનાગઢ રેંજ સાયબર પોલીસની વોચ હતી. તેવામાં જૂનાગઢનાએક બેંક ખાતેદાર મહમદ શાબીરના બેંક એકાઉન્ટમાં 9.50 લાખ રૂપિયા કોઇએ જમા કરાવ્યા અને બાદમાં તે રકમ અન્ય લોકોની લોન પેટેના હોવાનું કહીને તે રકમ ઉપાડી લીધી અને બાદમાં તેમનું બેંક એકાઉન્ટ બ્લોક કરી નાખવામાં આવ્યુ હતુ. આ અંગે મહમદ શાબીર દ્વારા સાયબર રેંજમાં અરજી કરવામાં આવતા સાયબર પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરીને રેંજ કરતા ઉચ્ચ કક્ષાએ તપાસ કરતા ખાતેદારોનું એકાઉન્ટ સાયબર ફ્રોડના એકાઉન્ટ સાથે લીંક હોવાનું સામે આવ્યુ હતુ. જેથી આ મામલે તપાસમાં સ્થાનિક લેવલેથી આવા એજન્ટો સહિત મહિલા સહિતની આઠેક શખ્સોની ગેંગને ઝડપી લેવામાં આવી છે.
- Advertisement -
સાઇબર ફ્રોડ ગેંગના ઝડપાયેલા આરોપીઓ
અભિષેક ઉર્ફે અભી શાંતિલાલ માથુકીયા (મુળ સમઢીયાળા, મેંદરડા)
સચિન ઉર્ફે ભોલો ગોવિંદ વોરા (મુળ દાદાર ગીર, વિસાવદર)
આર્યન ઉર્ફે દાતાર મહેબુબ પઠાણ (દાતાર રોડ, જૂનાગઢ)
સતીષ દેવરાજ કરમટા (લીરબાઇ પરા, જૂનાગઢ)
ધર્મેશ હરસુખ ગોહેલ (મધુરમ, ત્રિલોકનગર, જૂનાગઢ)
અબ્દુલ કરીમ હશન જેઠવા (હેઠાણ ફળીયા,જૂનાગઢ)
આશીફ રહીમ બેલી (હેઠાણ ફળીયા, જૂનાગઢ)
નજયનાબેન ઇન્દ્રવનદ દેવજી ટાંક (જવાહર રોડ, જૂનાગઢ)
રેંજ આઇજીપી દ્વારા લોકોને કરાઇ અપીલ
આઇજીએ કહ્યુ કે, જે કોઇ લોકોએ આ આરોપીઓને પોતાના બેંક એકાઉન્ટ આપેલા હોય અને નાણાની હેરાફેરી કરેલ હોય પરંતુ પોલીસને જાણ કરવામાં આવેલ નથી તેમને સુચના આપવામાં આવે છે કે, હજુ જાણ કરવામાં નહીં આવે તો તેમના વિરૂઘ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.