ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા શહેરમાં ગુંદરણ રેલ્વે ફાટક પાસે આહીર તથા સિદી બાદશાહ યુવાનો વચ્ચે મારામારી થયા બાદ હોસ્પિટલમાં મોટું ધીંગાણું ખેલાતા લોકો ભયભીત થઈ ગયાં હતાં.આ ધીંગાણામાં કુલ પાંચ લોકોને ઈજાઓ થઈ હતી જે પૈકી ગંભીર ઈજાગ્રસ્ત એક યુવાન વેરાવળ,એક યુવાનને જુનાગઢ રીફર કરેલ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા શહેરમાં ગુંદરણ રેલ્વે ફાટક પાસે ટ્રેન આવવાની હોય ફાટક બંધ હતી.આ દરમ્યાન ફાટકની બંને બાજુ વાહનોનો ટ્રાફિક જમા થયો હતો ત્યારે એક બીજાને બાઈક અડવાની સામાન્ય બાબતે આહીર અને બાદશાહ સમાજના યુવાનો વચ્ચે મારામારી થઈ હતી.પ્રથમ રેલવે ફાટક પાસે માથાકૂટ થયાં બાદ આ સમાચાર શહેરમાં પ્રસરતા બંને સમાજના લોકોનાં ટોળાં હોસ્પિટલ ઉપર એકત્ર થઈ ગયા હતા જ્યાં લાકડી અને પથ્થરો વચ્ચે ખુલ્લેઆમ ધીંગાણું થયું હતું.આ ધીંગાણામાં કુલ પાંચ લોકોને ઈજા થઈ હતી.જેમાં આધાર કાર્ડ કેન્દ્રમાં નોકરી કરતા ઈજાગ્રસ્ત આશિષભાઈ સોલંકી ઉ.વ.22 રે.ગુંદરણ ગીર વાળાને ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરેલ જેને માથામાં,નાકમાં અને મોઢા ના ભાગે ગંભીર ઇજાઓ હોય વધુ સારવાર માટે વેરાવળ રીફર કરેલ છે જ્યારે સરકારી હોસ્પિટલે ચાર લોકોને સારવાર માટે દાખલ કરેલ જેમાં વિપુલભાઈ ભીમશીભાઈ સોલંકી ઉ.વ.30 રે.પીપળવા વાળાને માથામાં પથ્થર લાગતાં વધુ સારવાર માટે જુનાગઢ રિફર કરેલ છે.જ્યારે દાનિશ યુસુફભાઈ મજગુલ,રૂકશાદ મુરાદભાઈ ચોટીયારા,કાશમભાઈ મુસ્તફા ને તાલાલાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
- Advertisement -
પથ્થર,લાકડીઓ વડે તાલાલા હોસ્પિટલમાં ધીંગાણું ખેલાતા લોકો ભયભીત થઈ ગયા હતા.આ બનાવની જાણ થતા તાલાલા પી.આઈ જે.એન.ગઢવી સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી જાય પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.આ બનાવથી તાલાલા શહેરમાં અજંપાભરી સ્થિતિ ઊભી થતા પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી છે.



