વર્ષ 2022ની સૌથી લોકપ્રિય ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ જ આ સારા સમાચાર લોકો સાથે શેર કર્યા છે.
વર્ષ 2022 બૉલીવુડની મોટાભાગની ફિલ્મો માટે સારું વર્ષ ણથી રહ્યું પણ અપવાદ રૂપે થોડી એવી ફિલ્મો પાન એ વર્ષમાં રિલીઝ થઈ હતી જે દર્શકોને ઘણી પસંદ આવી હતી જેને લોકોના માનસપટ પર અલગ છાપ છોડી હતી. આ સાથેજ બોક્સઓફિસ પરકમાણીના પણ ઘણા રેકોર્ડ તોડયા હતા. એવી જ એક ફિલ્મ છે ધ કાશ્મીર ફાઇલ્સ. જણાવી દઈએ કે 2022ની સૌથી લોકપ્રિય ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
- Advertisement -
ઓસ્કારમાં પસંદ કરાયેલી 5 ફિલ્મોમાંથી એક
હાલ મળતી મહતી મુજબ વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને ઓસ્કર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ભારત તરફથી ઓસ્કારમાં પસંદ કરાયેલી 5 ફિલ્મોમાંથી આ એક છે અને ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ જ સોશ્યલ મીડિયા પર આ સારા સમાચાર લોકો સાથે શેર કર્યા છે.
BIG ANNOUNCEMENT: #TheKashmirFiles has been shortlisted for #Oscars2023 in the first list of @TheAcademy. It’s one of the 5 films from India. I wish all of them very best. A great year for Indian cinema. 🙏🙏🙏
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 10, 2023
- Advertisement -
કાશ્મીર ફાઈલ્સ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ
જણાવી દઈએ કે વિવેક અગ્નિહોત્રીએ આ ખબર શેર કરતાંની સાથે જ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો છે. જો કે વાત આટલી જ નથી, ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં કામ કરેલ પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને અનુપમ ખેર જેવા કલાકારોને શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીના મતે આ માત્ર શરૂઆત છે અને હજુ ઘણું આગળ વધવાનું બાકી છે.
કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી
જણાવી દઈએ કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી અને રિલીઝ થતાંની સાથે જ લોકોએ આ ફિલ્મને ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ એક મલ્ટિસ્ટારર ફિલ્મ હતી જેમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. જો કે વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને ઘણો પણ સર્જાયો હતો અને ઘણા રાજકારણીઓએ પણ ફિલ્મ પર નિશાન સાધ્યું હતું. ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં 1990માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની વાર્તા દર્શાવવામાં આવી છે. ઓછા બજેટની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. જણાવી દઈએ કે ભારતમાં 252 કરોડ અને વર્લ્ડ વાઈડ બોક્સઓફિસમાં આ ફિલ્મએ 341 કરોડની કમાણી કરી હતી.
The Kashmir Files, Kantara, RRR, Gangubai Kathiawadi and Chhello Show (Last Film Show) qualify to be eligible for nomination to the #Oscars2023.
(Pics – Academy Awards website) pic.twitter.com/H1h3ISRstq
— ANI (@ANI) January 10, 2023
છેલ્લો શો થયું શોર્ટ લિસ્ટ
આ બધા સિવાય એક ગુજરાતી તરીકે આપણી માટે ગૌરવની વાત એ છે કે ઓસ્કાર 2023 માટે ફિલ્મ ‘છેલ્લો શો’ શોર્ટ લિસ્ટ થઇ છે.. ગુજરાતી ભાષાની ફિલ્મ છેલ્લો શો (The Last Show) એ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી છે.