ભવિષ્યમાં પણ એસઆરપી કેમ્પમાં કેમ્પના જવાનો અને પરિવારજનો અને બાળકો માટે પણ આ શિબીર યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય અનામત પોલીસ દળ (SRPF ) જૂથ 13, રાજકોટના કેમ્પસમાં તા. 1 થી 7/ સુધી ચોથી જીવનવિદ્યા શિબીર યોજાઈ હતી.જેમાં અંકિતભાઈ કાલરીયા દ્વારા પ્રબોધન કરવામાં આવ્યું હતું.
રાજકોટના એસઆરપી કેમ્પસમાં તા.1 થી 7 માર્ચ 2024 દરમિયાન રાજકોટની આત્મીય યુનિવર્સિટીના સહયોગથી સાત-સાત દિવસની કુલ 4 જીવનવિદ્યા પરિચય શિબીરોનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ શિબીરોમાં આત્મીય યુનિવર્સીટીના પ્રોફેસરો અંકિત કાલરીયા, મનહરભાઈ કગથરા, ચેતનાબેન ઝાલા તથા જય પટેલ દ્વારા પ્રબોધન કરવામાં આવ્યું હતું.
માનવજીવનના તમામ આયામો, સ્વયં, પરિવાર, સમાજ, પ્રકૃતિ તથા સમગ્ર અસ્તિત્વમાં પ્રવર્તતી વ્યવસ્થાને સમજીને આ વ્યવસ્થામાં ભાગીદાર થઈ સુખપૂર્વક જીવવાની ચાવી આ શિબીરથી મળે છે. એસઆરપી જૂથના સેનાપતિ સુધા પાન્ડેય્ ના જણાવ્યા મુજબ શિબીરોને કારણે જૂથના અધિકારીઓ અને જવાનોના વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને વ્યવસાયિક જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવી રહેલ છે અને હાલમાં એસ.આર.પી. કેમ્પસમાં ખૂબ સારું વાતાવરણ ઉભું થઈ રહ્યુ છે. ભવિષ્યમાં પણ એસઆરપી કેમ્પ માં કેમ્પના જવાનો ઉપરાંત તેમના પરિવારજનો અને બાળકો માટે પણ આ શિબીર યોજવાની બાબત વિચારણા હેઠળ છે.



